Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજ્જારો સુન્ની-મુસ્લિમ બીરાદરોને બારગાહે ગૌષિયામાં ખિરાજ અકિદત પેશ કરીઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ન્યાજો-તકસીમઃ
જશ્ને ગૌષિયા નિમિત્તે સુન્ની-મુસ્લિમ જમાત દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનેરા ઉત્સાહ-અદબ અને અકિદત, ઉમંગ સાથેના ઝુલુસમાં હજ્જારો સુન્ની-મુસ્લિમ બિરાદરો જોડાઈ બારગાહે ગૌષિયામાં ખિરાજ અકિદત પેશ કરી હતી.
સવારે ૯ વાગ્યે નારા-એ-તકબીર નારા-એ-રિસાલત તથા ગૌષકા દામન નહીં છોડેંગે, ના ઈમાન અફરોઝ નારાઓથી શરૂ થયેલ આ ઝુલુસનો રસ્તામાં ઠેર-ઠેર ગરમ દૂધ, ચા-કોફી, હલીમ, હલવો, ખજુર, મીઠાઈ અને ઠંડા પીણાની ન્યાઝ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઝુલુસ જ્યારે જુમ્મા મસ્જિદ પહોંચેલ ત્યારે ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલ રસીદ અને અન્ય ટ્રસ્ટીઓએ ઝુલુસનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સ્વાગત કરેલ હતું. જશ્ને ગૌષિયા નિમિત્તે પ્યારા નબીના પ્યારા રૂહાની ફરઝદ હઝરત ગૌષે આઝમ પ્રત્યે ખિરાજે અકિદત પેશ કરવા સુન્ની-મુસ્લિમ આગેવાનો, કમિટીના કાર્યકર્તાઓ સામેલ હતાં. ઈસ્લામનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ પૈકી ગૌષે આઝમ દસ્તગીરની અગ્યારમી શરીફના પવિત્ર તહેવાર નિમિત્તે સવારે ૯ વાગ્યે શરૂ થયેલ ઝુલુસ સાયરપીર ચોક, સઈના વંડાથી શરૂ થઈ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચહાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જિદ, ટાવર મસ્જિદ, ચાંદબજારથી પુનઃ દરબગારગઢ ચોકમાં બપોરે ૧ર વાગ્યે ઝુલુસના સમાપન સમયે મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ તરફથી ગૌષે આઝમ દસ્તગીરની કરામતો અને તેમના પવિત્ર જીવન કાર્યોનું વર્ણન કરેલ હતું.
આ ઝુલુસમાં જામનગર શહેરની સુન્ની-મુસ્લિમ જમાતોમાં કુરેશી જમાત, ખાટકી જમાત, સુન્ની રઝવી કમિટી અને કમિટીઓની મિલાદ પાર્ટીઓ દરૂદો સલામ અને મિલાદ શરીફ પઢતા-પઢતા ઝુલુસમાં સામેલ થયા હતાં.
સુન્ની-મુસ્લિમોએ પોતાના વાહનોને શણગારી પુરી અકીદત સાથે ઝુલુસમાં સામેલ થયા હતાં. ઝુલુસ જે રસ્તાઓ પરથી પસાર થયું હતું ત્યાં જશ્ને ગૌષિયાના બેનર અને કટઆઉટ લગાવવામાં આવ્યા હતાં. તેમજ લોકોએ અનેક પ્રકારની ન્યાજો તકસીમ કરી હતી.
સુન્ની-મુસ્લિમ જમાતના આગેવાનો તથા ઉલ્માએ કિરામની સદારતમાં શરૂ થયેલ આ ઝુલુસમાં મસ્જિદોના ઈમામ સાહેબો બહોળી સંખ્યામાં ઝુલુસમાં સામેલ થયા હતાં. જેમાં મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ, મૌલાના અબ્દુલ કાદર આરબ, સૈયદ ઈમ્તિયાઝ બાપુ, સૈયદ અબ્બાસ બાપુ મોતીયુવારા અને સુન્ની-મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, હાજી અબ્દુલ્લાહ ખલીફા, ઈકબાલ બેલીમ, હાજી મો. સીદીક, એડવોકેટ અશરફભાઈ ધોરી, દાઉદભાઈ તુરીયા, એડવોકેટોમાં યુસુફ કુરેશી, ઈશાક કુરેશી, ડો. ઝાહીદ રાઠોડ, સફીહસન સંધી, યુનુસભાઈ પેન્ટર, અયુબભાઈ દરબાર, ડાડુભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં સુન્ની-મુસ્લિમ બિરાદરો સામેલ થઈ ખિરાજે અકિદત પેશ કરી હતી.
ઝુલુસમાં સામેલ થનાર સુન્ની-મુસ્લિમ બિરાદરોનો અને વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્રનો સુન્ની-મુસ્લિમ જમાત તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial