Advertisement
Author: નોબત સમાચાર

ભૂગર્ભ ગટર માટે ખોદેલી માટીમાં વરસાદ પડતા આખા રવિપાર્ક ટાઉનશીપમાં કાદવ-કીચડનું દલ દલ

જાહેર આરોગ્ય પર ખતરોઃ જીવનું જોખમ

જામનગર તા. ૧: જામનગરમાં ઢીંચડા માર્ગે આવેલા રવિપાર્ક ટાઉનશીપમાં કાદવ-કીચડનું દલદલ છવાયું છે, અને જાહેર આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે. ચોતરફ ગંદકી ભર્યા રબડીયા માર્ગો પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. સ્લીપ થતાં વાહનો અને લપસી જતાં બાળકો-વૃદ્ધો સહિતના લોકોની દયનીય હાલતના દૃશ્યો રોજીંદા બન્યા છે, છતાં કોઈને ય પડી નથી. આ સોસાયટીના કમભાગ્ય છે કે તેનું કોઈ ધણીધોરી જ હોય તેમ જણાતું નથી.

આવું એટલા માટે થયું છે કે તાજેતરમાં અહીં ભૂગર્ભ ગટરની પાઈપો બીછાવવા માટે મોટા પાયે ખોદકામ કરાયું હતુ અને તે માત્ર માટીથી બુરી દેવાયું હહતું, એટલું જ નહીં, તે સમયે કરાયેલા કેટલાક માટીના ઢગલા પણ હતા, જેમાં વરસાદના ઝાપટાં પડતા આખું ટાઉનશીપ તો દલદલમાં ફેરવાઈ જ ગયું છે, પરંતુ સૌથી વધુ દયનીય સ્થિતિમાં કેટલીક શેરીઓના લોકો છે, જેઓને પગપાળા કે વાહનથી નીકળવું પણ મુશ્કેલ બની ગયુ છે, તેમાં શેરી નં. છ(બી) ની તો મેયર-કમિશનર-મહાનુભાવોએ તત્કાલ મૂલાકાત લેવા જેવી છે!

જો કે, કેટલીક મોરમ અથવા રફ કાંકરી પાથરવાનો કેટલાક સ્થાને દેખાવ ખાતર પ્રારંભ થયો હતો, તે પણ અકળ કારણે અટકી પડ્યો છે, અને હવે વરસાદનું બહાનું મળી ગયું છે.

આ નર્કાગાર બની રહેલા ટાઉનશીપમાં વિવિધ સમસ્યાઓ દિવસે-દિવસે વધી રહી છે, તેમાં આ દલ-દલના કારણે અસહ્ય વધારો થયો છે. જો આ કાદવ-કીચડના કારણે ગંભીર અકસ્માત થશે, વાહન સ્લીપ થતાં કે સ્વયં લપસી પડતા કોઈના હાડકા ભાંગશે કે જીવનું જોખમ ઊભું થશે, તો જવાબદારી કોની ? મહાનગરપાલિકાના શાસકો-પ્રશાસકોની કે પછી આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ? તેવો સવાલ ઉઠી રહ્યો છે. જો આવું થશે તો તેની સામે અદાલતના દ્વાર ખખડાવીને કાનૂની કાર્યવાહી થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, આટલી ગંદકી ફેલાઈ હોવા છતાં દવા-છંટકાવ કે કાદવ-કીચડ હટાવવાની કાર્યવાહી પણ થતી નથી, તેમા ચોમાસું કેમ પસાર થશે, તેની વિમાસણમાં ત્યાંના રહીશો પડ્યા છે, જોઈએ, કોઈનો અંતરાત્મા જાગે છે કે નહીં તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh