Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઃ
જામનગર તા. ૧: કાલાવડ-જુનાગઢ ધોરીમાર્ગ પર મુળીલા ગામ પાસે શનિવારે સવારે ઈકો મોટર સાથે સામેથી આવતો ટ્રક ટકરાઈ પડતા ઈકો ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં ઈકોમાં જઈ રહેલા અન્ય વ્યક્તિ ને પણ ઈજા થઈ છે.
જામનગરના મોરકંડા રોડ પર આવેલી સનસિટી સોસાયટી-રમાં રહેતા સિકંદર હુસેનભાઈ મકવાણા નામના આસામીની જીજે-૨૭-સીએફ ૧૭૬૪ નંબરની ઈકો મોટર લઈને મહંમદઈબ્રાહીમ અબુભાઈ બકરીવાલા શનિવારે સવારે છએક વાગ્યે કાલાવડથી જુનાગઢ તરફ જવાના રોડ પર પસાર થતાં હતા.
ત્યાં આવેલા મુળીલા ગામના પાટીયા પાસે સામેથી ધસી આવેલો જીજે-૩-બીવી ૭૩૭ નંબરનો ટ્રક ટકરાઈ પડ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મહંમદઈબ્રાહીમનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મોટરમાં રહેલા અન્ય વ્યક્તિઓ ઘવાયા છે. સિકંદર મકવાણાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જીજે-૩-બીવી ૭૩૭ નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial