Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેડીનાકા, વિભાજી સ્કૂલ પાસેથી બે વર્લીબાજ ઝબ્બેઃ
જામનગર તા. ૧: જામનગરના બેડીનાકા તથા વિભાજી સ્કૂલ પાસેથી બે શખ્સને વર્લીના આંકડા લખતા પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે જૂની અનુપમ ટોકિઝ પાસે એલસીબીએ એક વર્લીબાજને રૂ.૨૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝબ્બે લીધો છે.
જામનગરમાં બેડીના નાકા પાસે શનિવારે સાંજે જાહેરમાં ઉભા રહી વરલીના આંકડા લખતા રામેશ્વરનગરના માટેલ ચોકવાળા સંજય ભીમજીભાઈ ઘેડિયા નામના શખ્સને સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી તેના કબજામાંથી વરલીના આંકડા લખેલી ચીઠી તથા રૂ.૧૦૫૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે શનિવારે સાંજે જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા રવિ બાબુલાલ ટંકારીયા નામના શખ્સને પણ સીટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડ્યો હતો. તેના કબજામાંથી રૂ.૭૭૦ રોકડા તથા વરલીના આંકડા લખેલી ચિઠી કબજે કરવામાં આવી છે.
જામનગરના જૂની અનુપમ ટોકિઝ પાસે વર્લીની બેટીંગ લેતા મોહસીન ગુલમામદ સમા નામનો શખ્સ વર્લીના આંકડા લખી જુગાર રમાડતો હતો. તેવી બાતમી એલસીબીના મયુદ્દીન, અરજણભાઈને મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીએ વોચ રાખી મોહસીન સમાને પકડી પાડ્યો છે. તેના કબજામાંથી રૂ.૧૫૫૦૦ રોકડા, મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial