Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોતાના જ ગળા પર છરી ફેરવી દીધીઃ
જામનગર તા. ૧: જામજોધપુરમાં રહેતા એક યુવાને પોતાના તથા અન્ય ભાઈ-બહેનના લગ્નસંબંધ થતાં ન હોવાના ચિંતા વચ્ચે એક બહેનની માનસિક બીમારીની ચિંતાથી આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી પોતાના જ ગળા પર છરી ફેરવી દઈ મોતને વ્હાલુ કરી લીધુ છે. પોલીસે આ બનાવની તપાસ શરૂ કરી છે.
જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા સામુભાઈ રણમલભાઈ હરિયાણી ઉર્ફે સામુભાઈ ગઢવી નામના ૩૨ વર્ષના યુવાને શનિવારે રાત્રે એકાદ વાગ્યે પોતાના ઘરેથી નીકળી ગયા પછી પોતાના ગળા પર છરી ફેરવી દીધી હતી.
આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવે તે પહેલા તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની આલુબેન રણમલભાઈ હરિયાણીએ પોલીસને જાણ કરી છે. પોલીસને જણાવવામાં આવ્યા મુજબ સામુભાઈ તથા તેમના ભાઈ-બહેનના લગ્ન સંબંધ થતા ન હતા તેમ જ ઘરમાં એક બહેન માનસિક બીમારીનો ભોગ બન્યા હોવાથી સામુભાઈ છેલ્લા દોઢેક મહિનાથી તેની ચિંતામાં ગુમસુમ બની ગયા હતા. તે દરમિયાન શનિવારે રાત્રે એકાદ વાગ્યે આ યુવાન પોતાના ઘરેથી છરી સાથે નીકળ્યા હતા.
તે પછી ઘર પાસે જ તેઓએ છરી પોતાના ગળે ફેરવી દઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધપુર પોલીસે ઉપરોક્ત બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial