Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ રૂટ પરથી દોડશે

રાજકોટ તા. ૧: ટેકનિકલ કારણોસર ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ૩૦ જૂનથી ૨ જુલાઈ ૨૦૨૪ દરમિયાન ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે.

જેમાં ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ તા. ૩૦-૦૬ થી તા. ૦૨-૦૭ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ, વાંસજાળીયા, જેતલસર-વેરાવળ થઈને દોડશે. આ સમય દરમિયાન આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારીત સમય કરતાં ૫ કલાક ૪૫ મિનિટ મોડી એટલે કે ૨ વાગ્યે ઉડપશે જ્યારે ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસ તા. ૩૦-૦૬ થી ૦૨-૦૭ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર, વાસંજાળીયા, કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારીત સમય કરતાં ૩ કલા ૫૫ મિનિટ મોડી એટલે કે ૩ વાગ્યે ઉપડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh