Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વેપાર-ઉદ્યોગ-સામાજિક-ધાર્મિક કાર્યની જવાબદારીને લઈને
જામનગર તા. ૧: જામનગરના રઘુવંશી અગ્રણી યુવા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલે વધુ બે સંસ્થાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક રીતે મુક્ત થવાની જાહેરાત કરી છે. તેમણે વેપાર, ઉદ્યોગ, સામાજિક, ધાર્મિક ક્ષેત્રની ૨૦ જેટલી સંસ્થાની જવાબદારીને ન્યાય આપવા નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે ધી સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસિએશનના પ્રમુખપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરતાં જ જામનગરના ગ્રેઈન માર્કેટના વેપારીઓએ અવિરત જીતુભાઈ લાલ જ પ્રમુખ પદે રહે તેવી લાગણીઓ વ્યક્ત કરી હતી.
જામનગરના અગ્રણી યુવા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલે વધુ બે સંસ્થાની જવાબદારીમાંથી સ્વૈચ્છિક રીતે મુક્ત થવાની જાહેરાત કરવા સાથે જામનગર સીડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટસ એસોસિએશનના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના સભ્યપદેથી સ્વૈચ્છિક રીતે મુક્ત થયા છે.
જામનગર શહેરના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવાર યુવા સૂત્રધાર જીતુભાઈ લાલ શહેર-જિલ્લા-સૌરાષ્ટ્ર તેમજ પ્રદેશ અને રાષ્ટ્રીયસ્તરની ૨૦ જેટલી વેપાર-ઉદ્યોગ ક્ષેત્રની તેમજ સામાજિક-ધાર્મિક ક્ષેત્રની સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર જવાબારી સંભાળી રહ્યા છે.
આ રીતે વિવિધ ક્ષેત્રમાં વધતી જવાબદારીઓને સારી રીતે ન્યાય આપી શકાય તે નજર સમક્ષ રાખીને જીતુભાઈ લાલે જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદે સતત ૨૩ વર્ષની સેવા આપ્યા પછી તાજેતરમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે.
એ પછી જીતુભાઈ લાલે જામનગર શહેરની અગ્રણી વ્યાપારી સંસ્થા ધી સીડઝ એન્ડ ગ્રેઈન માર્કેટના વેપારીઓની લાગણી હોવા છતાં જીતુભાઈ લાલે વિનંતી કરી પ્રમુખપદેથી સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લીધી.
આ રીતે જુદી-જુદી સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ જવાબદારીઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને જીતુભાઈ લાલે એક નવો સંદેશ સમાજને આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial