Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હરિકેન બેરીલ ચક્રવાતના કારણે ૧૩૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવન
બાર્બાડોઝ તા. ૧: બાર્બાડોઝમાં વાવાઝોડું ફુંકાતા ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ છે. એરપોર્ટ બંધ થતાં ફલાઈટો કેન્સલ થઈ છે. હોટલમાં ભોજનની મુશ્કેલી અનુભવવી પડી રહી છે.
ભારતીય ટીમે બાર્બાડોઝમાં ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીર૦ વર્લ્ડકપ ર૦ર૪નો ખિતાબ જીત્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ર૯ જૂન શનિવારના ટાઈટલ મેચ રમાઈ હતી. આ પછી, સોમવાર ૦૧ જુલાઈએ ટીમ ઈન્ડિયા બાર્બાડોઝની ન્યૂયોર્ક માટે રવાના થવાની હતી અને ત્યાંથી દુબઈ થઈને ભારત આવવાની હતી, પરંતુ વાવાઝોડાએ ટીમનો સમયપત્રક બદલી નાખ્યું હતું.
હવે સામે આવી રહેલી માહિતી મુજબ તોફાને ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. હોટલોમાં ખાવાની સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે.
સ્પોર્ટસ જર્નાલિસ્ટ બોરિયા મજમુદારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરતી વખતે જણાવ્યું હતું કે ચક્રવાત શમી જાય પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયા અને ભારતીય મીડિયાને બહાર કાઢવા માટે બધું જ કરશે. એરપોર્ટ બંધ છે.
ભારતીય ટીમ જ્યાં રોકાઈ છે, તે હોટલ મર્યાદિત સ્ટાફ સાથે ચલાવવામાં આવી રહી છે. ભારતીય ખેલાડીઓએ પણ કતારમાં કાગળની પ્લેટમાં ભોજન લીધું હતું. ભારતીય ક્રિકેટ ટીમ ટી-ર૦ વર્લ્ડ કપ ર૦ર૪ ની ફાઈનલ જીત્યા બાદ હજુ સુધી બાર્બાડોઝ છોડી શકી નથી. ચક્રવાતી તોફાનના કારણે ટીમ ઈન્ડિયા ફસાઈ ગઈ છે. તેને બાર્બાડોઝથી ન્યૂયોર્ક જવા રવાના થવાનું હતું પરંતુ હરિકેન બેરીલને કારણે તે હજુ સુધી નીકળી શકી નથી. ખરાબ હવામાનના કારણે ટીમ ઈન્ડિયા હાલ સંકટમાં છે. એક રિપોર્ટ અનુસાર બાર્બાડોઝનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોઝમાં કફર્યુ જેવી સ્થિતિ છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી. હરિકેન બેરીલને કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટનું માનીએ તો ટીમ ઈન્ડિયા હવે ન્યૂયોર્ક જવાને બદલે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જવા રવાના થશે, પરંતુ આ માટે હવે રાહ જોવી પડશે. હજુ સુધી ત્યાં કોઈ સામાન્ય સ્થિતિ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial