Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોલો, જર્જરિત ઈમારતના કારણે ખુલ્લામાં બેસે છે વિદ્યાર્થીઓઃ
જોડિયા તા. ૧: એક તરફ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાયા હતાં, તો બીજી તરફ જોડિયામાં આવેલ શેઠ કે.ડી.વી. હાઈસ્કૂલનું બિલ્ડીંગ હાલ એકદમ જર્જરિત થઈ ગયેલ છે, અને તેના કારણે બાળકોને અભ્યાસ માટે તાલુકા શાળાના ખુલ્લા ગ્રાઉન્ડમાં અભ્યાસ માટે શિફ્ટ કરવામાં આવ્યા છે. હાઈસ્કૂલના બિલ્ડીંગના ક્લાસરૂમમાંથી છતમાંથી પોપડા ખડી ગયેલ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં ય કોઈ મરામત કરવામાં આવતી નથી.બિલ્ડીંગ ર૦૦૧ ના ભૂકંપમાં પડી જતા સરકાર તરફથી પી.એમ.એન. ફંડમાંથી એન બી, સી, વડોદરા અને રાજકોટ દ્વારા પ્રોઝક્ટિવ એક્ઝિક્યુટીવ જોડિયા હેઠળ હાઈસ્કૂલનું નવું બિલ્ડીંગ બનાવવામાં આવેલ, જે બિલ્ડીંગનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તત્કાલિન મંત્રી આનંદીબેન પટેલના હસ્તે તા. ર૪-૪-૦૩ ના કરવામાં આવેલ હતું.
સામાન્ય કુટુંબના બાળકો માટે આ હાઈસ્કૂલ આશીર્વાદરૂપ છે. હાઈસ્કૂલ માટે બનાવવામાં આવેલ બિલ્ડીંગ નબળી કામગીરી થતા ટૂંકાગાળામાં જ આખી બિલ્ડીંગ જર્જરિત થઈ ગયેલ અને ધીરે ધીરે ક્લાસરૂમોમાંથી પોપડા પડ્યા, દીવાલોમાં તિરાડો પડી પેમજ બિલ્ડીંગમાં ચારેબાજુ ખંડિત થતા, બિલ્ડીંગ જોખમી બનતા આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા માટે સ્થળાંતર માટે સરકારની મંજુરી લઈને તા. ર૩-૯-ર૦૧૮ જોડિયા તાલુકા શાળા મકાનમાં આ બાળકોનો અભ્યાસ ચાલુ છે.
છેલ્લા પાંચ વર્ષથી હાઈસ્કૂલના બાળકો તાલુકાશાળામાં ખેલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે જેથી બાળકોને કોમ્પ્યુટર, લેબોરેટરી, લાઈબ્રેરી વગેરેનો લાભ મળતો નથી. જોડિયા તાલુકાનું મથક અને ધો. ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણાં સમયથી હેરાન પરેશાન છે.
આઅંગે જોડિયા જનહિત ગ્રુપ દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને સમગ્ર પરિસ્થિતિની જાણ કરવા આવતા તેવો દ્વારા શિક્ષણ અધિકારીને યોગ્ય કરવા જણાવેલ છે, તેમજ સંસદસભ્ય પૂનમબેન માડમને જોડિયા જનહિત ગ્રુપ દ્વારામૌખિક તેમજ લેખિત આવેદનપત્ર આપેલ છે. જોડિયા કેડીવી હાઈસ્કૂલની બિલ્ડીંગ સરકાર દ્વરા તાત્કાલિક નવી બનાવવામાં આવે એવી વિદ્યાર્થીઓની પણ માગણી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial