Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી

વરસાદી માહોલ વચ્ચે ઠંડક પ્રસરીઃ

જામનગર તા. ૧: જામનગરમાં વરસાદી માહોલના પગલે છેલ્લા ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ૨.૩ ડિગ્રી સુધી નીચે સરકીને ૩૩ ડિગ્રીએ પહોંચી ગયો હતો. વરસાદ થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હાલાર સહિત રાજ્યના ઘણાં ગામોમાં ભારે વરસાદ થવાની આગાહી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે સાચી પણ ઠરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના ઘણાં ભાગોમાં સારો વરસાદ પડી રહ્યો છે.

જામનગરમાં આકાશમાં પણ વરસાદી વાદળોની આવન-જાવન સતત જોવા મળી હતી. ગઈકાલે છાંટા પડ્યા હતાં. આજે સવારથી પલટાયેલા વાતાવરણ વચ્ચે નભમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતાં. ત્યારપછી વરસાદ પડ્યો હતો.

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૪૮ કલાકમાં ૨.૩ ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રીએ અને ૧.૮ ડિગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન ૨૬.૬ ડિગ્રીએ પહોંચી ગયું હતું. વરસાદના પગલે ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧૦ ટકા વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૫ કિમીની રહી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh