Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોર્ડ નં. ૪માં જલભરાવનું જોખમ
જામનગર તા. ૧: જામનગરમાં વોર્ડ નં. ૪ માં નવાગામ ઘેડ, મધુવન સોસાયટી, નવાનાગના તરફ જવાના માર્ગ ઉપર કોર્પોરેશનની કોઈપણ જાતની મંજુરી વગર ગેરકાયદે બેઠો પૂલ બનાવી નાખવામાં આવ્યો છે.
જેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થઈ શકશે નહીં. પાણીનો પ્રવાહ આ પુલ પાસે રોકાઈ જશે અને પરિણામે આસપાસના વિસ્તારો જેમ કે મધુવન સોસાયટી, ઈન્દિરા સોસાયટી, સિદ્ધેશ્વર સોસાયટી, ભીમવાસ, વિવેકાનંદ સોસાયટી, સ્વામિનારાયણ નગરના નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની દહેશત છે.
આ પૂલ ખૂબ જ નીચો છે અને સાવ નાની સાઈઝના પાઈપ નાખવામાં આવ્યા છે, જેથી પાણીનો નિકાલ થઈ શકે તેમ જણાતું નથી.
વોર્ડ નં.૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ પૂલમાં મોટા પાઈપ નાખવા, આસપાસ સફાઈ કરવા અને તાકિદે યોગ્ય પગલાં ભરવા રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial