Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજ ન મળે તો પત્નીને ઉપાડી જવાની ધમકી અપાતા પોલીસમાં કરાઈ ફરિયાદ

નિકાવાના શખ્સ સામે પણ વ્યાજખોરીની રાવઃ

જામનગર તા. ૧: મોટી ખાવડીમાં ટાઉનશીપમાં રહેતા એક પરપ્રાંતિય પાસેથી મુદ્દલ કરતા વધુ વ્યાજ વસૂલ્યા પછી પણ જામનગરના બે શખ્સે ધાકધમકી આપી પજવણી કરી હતી અને એક શખ્સે તેની પત્નીને ઉપાડી જવાની ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે કાલાવડના પીપળ ગામના વ્યક્તિએ નિકાવાના શખ્સ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીક ખાનગી કંપનીની ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વારાણસી કેન્ટના વિદ્યાવાસીની નગરમાં રહેતા સુમિતસિંગ દીનાનાથસિંગ યાદવે મોટી ખાવડી ગામના વતની અને હાલમાં જામનગરના બેડીબંદર રોડ પર રહેતા કેતન વિનુભાઈ અસ્વાર તથા મૂળ માંગરોળના વતની અને હાલમાં જામનગરમાં અંધજન તાલીમ કેન્દ્ર પાસે વસવાટ કરતા મહેન્દ્રસિંહ નટુભા રાઠોડ ઉર્ફે માઇકલ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સુમિતસિંગે અગાઉ રૂ.સાડા ત્રણ લાખ સાડા સાત ટકાના વ્યાજથી ઉપરોક્ત શખ્સો પાસેથી લીધા હતા. તે પછી આ શખ્સો દર મહિને તેનું વ્યાજ વસૂલ કરતા  હતા. આવી રીતે સુમિતસિંગે પાંચ વર્ષમાં રોકડા તથા ઓનલાઇન રકમ ટ્રાન્સફર કરી કુલ રૂપિયા ૮,૪૨,૩૬૫ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા. તેમ છતાં મહેન્દ્રસિંહ ઉર્ફે માઈકલે વધુ રૂપિયા સાડા છ લાખની માંગણી કરી હતી. મુદલ કરતાં વધુ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં વધુ રકમની  માંગણી કરી આ શખ્સે બળજબરીથી રૂપિયા સાડા છ લાખની રકમના ત્રણ ચેક સુમિત પાસેથી લખાવી લીધા હતા.

તે ઉપરાંત કેતન અસવારે ટાઉનશિપમાં જઈ સુમિતસિંગ પાસે વધુ રૂપિયા ત્રણ લાખની માંગણી કરી હતી અને જો પૈસા આપવામાં ન આવે તો સુમિત સિંગની પત્નીને ઉપાડી જવાની ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતથી કંટાળી ગયેલા સુમિતસિંગે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા મૂળ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામના વતની ચિરાગભાઈ વલ્લભભાઈ ઘોડાસરા નામના વેપારીને ધંધામાં મંદી આવતાં તેઓએ વર્ષ ૨૦૨૨માં કાલાવડ તાલુકાના નિકાવા ગામના અમિત ભાયાણી નામના આસામી પાસેથી રૂ.૧,૫૫,૦૦૦ દર મહિને ૩૦ ટકાના વ્યાજ દરે લીધા હતા. તે રકમ ચિરાગભાઈએ પરત આપી દીધી હતી અને તે પછી સાડા ચાર મહિના સુધી તેનું વ્યાજ પણ ચૂકવ્યું હતું. તેમ છતાં ચિરાગે વધુ વ્યાજ મેળવવા માટે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચિરાગભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh