Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષકોની ઉપસ્થિતિમાં જ કરાઈ દાદાગીરીઃ
લાલપુર તા. ૧: લાલપુરના ગજણા ગામની શાળામાં ધસી ગયેલા એક દંપતીએ શિક્ષકોની હાજરીમાં એક વિદ્યાર્થીને માર માર્યા પછી તે વિદ્યાર્થીના માતાને ધમકી પણ આપતા પોલીસ તથા તાલુકા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા કાજલબેન મનસુખભાઈ નામના મહિલાએ લાલપુર પોલીસ સ્ટેશનને અરજી પાઠવી સાયનાબેન સલીમ સુમરા અને તેના પતિ સલીમ નુરમામદ સુમરા સામે રજૂઆત કરી છે.
આ મહિલાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ તેણીનો પુત્ર તથા ઉપરોક્ત દંપતીનો પુત્ર સાથે ભણે છે. તે પછી ગઈકાલે સલીમ તથા સાયનાબેન શાળા એ આવ્યા હતા. જ્યાં તેઓએ કાજલબેનના પુત્રને શિક્ષકોની ઉપસ્થિતિમાં મારકૂટ કરી વધુ માર મારવાની તથા શાળામાંથી કઢાવી મુકવાની ધમકી આપી હતી અને તે પછી બજારમાં મળી ગયેલા કાજલબેનને પણ ધમકી અપાઈ હતી.
શાળામાં શિક્ષકોની હાજરીમાં જ આવી રીતે દાદાગીરી કરી ઉપરોક્ત દંપતીએ એક વિદ્યાર્થીને માર માર્યાની ચોંકાવનારી રજૂઆત થતાં ચકચાર જાગી છે. આ મહિલાએ પોતાના પુત્રને હજુ પણ માર મારવામાં આવશે તેવી દહેશત પોલીસ તથા લાલપુર તાલુકા શિક્ષણાધિકારી સમક્ષ રજૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial