Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયેલી શુક્રવારી બજાર તથા
જામનગર તા. ૧: જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ ધંધાકીય સ્થળે આરોગ્ય વિષયક ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમા ભરાયેલી શુક્રવારી બજારમાં તથા અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણી જેવી કે ગોલા-ગુલ્ફી, સરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ, સોડા બનાવતા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં રૂબરૂ ઈન્સ્પેકશન દરમિયાન સ્થળ પર કલોરીન મંગાવી પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવા, ફરજીયાત નિયમિત પાણીમાં કલોરીનેશન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.
જ્યાં ચેકીંગ કરવામાં આવ્યું તેમાં રાજુ ડીસ ગોલા, આશાપુરા ડીસ ગોલા, કાદર સોડાવારા, આશાપુરા ગોલા, ગફાર સોડાવારા, સંજય લચ્છીવાળા, મિલનભાઈ સોડાવાળા, પ્રદીપકુમાર લીંબુસોડાવાળા, હિતેષ લીંબુસોડા, મહાદેવ ફાસ્ટફૂડ, બટુક રસ ડીપો, મનોજ ઘૂઘરા, જયવીર દાલવડી, ચામુંડા ઘૂઘરાવાળા, રામજીભાઈ ગોલાવારા, મહેશ ડીશ ગોલા, જય ગુરૂદેવ, શિવમ પરોઠા, મહાદેવ સાઉથ ઈન્ડિયન, ઓમ ફરસાણ, કામતા ફાસ્ટફૂડમાંથી પ કિલો જલેબીનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અશોક આઈસ ફેકટરી, કોરોઝન યુકત આઈસ કન્ટેનર, બદલવા, પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા, ભુલચંદ એન્ડ આઈસ ફેકટરી બેડેશ્વરમાં આવેલ આઝાદ આઈસ ફેકટરી, હાપામાં આવેલ શિતલ તેમજ અમી આઈસ ફેકટરી અને જેઠવા આઈસ ફેકટરીમાં ઈન્સ્પેકશન કરી, કોરોઝન યુકત આઈસ કન્ટેનર બદલવા, પાણીમાં સુપર કલોરીનેશન જાળવવા, ઓવરહેડ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ટાંકાની નિયમિત રીતે સાફ સફાઈ જળવાઈ તે જોવા તાકીદ કરવામાં આવેલ તેમજ દરેકને લોગ બુક નિભાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial