Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્યતંત્ર થયું દોડતું: સર્વે હાથ ધર્યો!
જામનગર તા. ૧: જામનગરમાં કોલેરાની દહેશત વચ્ચે નવા પાંચ કેઈસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી છે. સબંધિત વિસ્તારોમાં આનુસંગિક કામગીરી પણ કરવામાં આવી રહી છે.
જામનગરમાં ખોજાનાકા વિસ્તારમાં રહેતા જમીલા શેખ, પટેલ કોલોનીમાં રહેતા શૈલેષકુમાર જૈન, મોરકંડા માર્ગે રહેતા અવેશ રાઠોડ એક ફરઝાના મળી કુલ ચારને કોલેરાની અસર જોવા મળતા ચારેયને ઉપરાંત અન્ય એક કેઈસ મળી પાંચેયને દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સઘન સારવાર ચાલી રહી છે.
જો કે પાંચમાંથી ફરજાના બહેનની તબીયત બીલકુલ સારી થવા પામી છે. બીજી તરફ કોલેરાના દર્દીના રહેણાંક વિસ્તારમાં આનુસંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને કોલોરીન ગોળીનું વિતરણ અને લાઈન લીકેજ હોય તો બંધ કરાવી આરોગ્ય વિભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આમ જામનગરમાં કોલેરાના પાંચ કેઈસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ વધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial