Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝાડના મૂળમાં કિડીયારૃં પુરવાથી વૃક્ષો નબળા પડતા હોઈ, જાગૃતિની જરૂર જણાવાઈ
જામનગર તા. ૧: જામનગર મહાનગપાલિકા ના સ્ટેન્ડીંગ કમિટી મિટિંગ હોલમાં ગત્ તા. ૨૭-૬-૨૦૨૪ રોજ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને શહેરને હરીયાળુ બનાવવા માટે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ગાર્ડન શાખાના અધિકારીઓ તથા વિવિધ સંસ્થાના પર્યાવરણવિદ્દો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મહાપાલિકા અને વિવિધ સંસ્થા તથા શહેરીજનોના સહયોગથી સૌ સાથે મળી શહેર ને વધુ હરીયાળું બનાવવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં જે તે વિસ્તારોમાં વૃક્ષારોપણ થયા બાદ રોપા ઉછરીને ઝાડ થાય ત્યાં સુધી માવજત લેવા અંગે, શેરી / રોડ ની સાઈડે ખુલ્લી જગ્યામાં એવા રોપાઓ વાવવા જેથી ભવિષ્યે ઝાડ મોટું થતા આજુબાજુ વસાવટ કરતા નાગરિકોને તેમની મિલ્કતોમાં નુકસાન ન થાય તેવુ આયોજન કરવા, જામનગર શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટવાળા વિસ્તારમાં રોડની બંને સાઈડ ગ્રીન બેલ્ટ ઉભો કરવા અંગે, સોસાયટીઓના કોમન પ્લોટોમાં ઘટાદાર વૃક્ષોનું વાવેતર, પાછલા તળાવવાળા રોડ પાસે ખુલ્લી જગ્યામાં વૃક્ષોનું વાવેતર કરવા અંગે, ભારે વરસાદના કારણે જે જે જગ્યાએ ઝાડ પડી જાય છે ત્યાં નવા વૃક્ષોનું વાવેતર કરવા અંગે ચર્ચાઓ-પરામર્શ કરી એકશન પ્લાન નક્કી કરાયો હતો. ખાસ કરીને લોકોની ધાર્મિક ભાવના મુજબ જે કિડીયારૂ પુરવામાં આવે છે તેના હિસાબે મુળીયાની જમીનથી પકડ ઓછી થઇ જતી હોય આથી ચોમાસામાં કે ભારે વરસાદ / પવનના હિસાબે ઝાડ પડી / નમી જવાની શક્યતા રહેતી હોય આથી ઝાડના મુળીયા ને બદલે ખુલ્લી જગ્યા / જે તે દીવાલની નજીક કિડીયારૂ પુરવા માર્ગદર્શન આપી જાગૃતતા લાવવા, શરૂ સેક્શન-લીમડાલેન જેવા વૃક્ષોથી ઓળખાતા વિસ્તારોની જેમ અન્ય જગ્યાએ પણ આવા ચોકકસ પ્રકારના વૃક્ષો વાવી તે મુજબ વૃક્ષો ઉછેરી તે મુજબ નામ આપવા આયોજન કરવા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સની નજીક આવેલ વિસ્તારમાં ફરી ગ્રીનબેલ્ટ બનાવવા અંગે, રોડની નજીક આવેલા મોટા ઘટાદાર વૃક્ષોના થડ અને ડાળીઓમાં જે જાહેરાતના બોર્ડ ખીલી / ખીલાઓ મારી લગાડવામાં આવે છે તેના કારણે ઝાડને નુકસાન થતુ હોય તે દૂર કરવા અંગે, નડતરરૂપ મોટા ઝાડની ડાળીઓને ટ્રીમીંગ વખતે પુરા ઝાડને નુકસાન થાય તેવી રીતે ટ્રીમીંગ ન કરવા અંગે, આગામી સમયમાં ચોમાસા દરમ્યાન વધુમાં વધુ વૃક્ષો વાવવાનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી, અને તે અંગેની કાર્ય યોજના ઘડવામાં આવી હતી.
ચેરમેન નિલેશભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોષી, દંડક કેતનભાઈ નાખવા, ગાર્ડન સમિતિના ચેરપર્સન અલ્કાબા જાડેજા, સભ્ય કેશુભાઈ માડમ, લાખોટા નેચર ક્લબના પ્રમુખ જગતભાઈ રાવલ, ઉપપ્રમુખ સુરજભાઈ જોષી, નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અને હાર્ટ ફુલનેશ સંસ્થાના પ્રતિનિધિ અક્ષતભાઈ વ્યાસ, લાખોટા નેચર ક્લબના આનંદભાઈ પ્રજાપતિ, નિર્સગ નેચર એન્ડ એડવેન્ચર ક્લબના જીતભાઈ જોષી, જયભાઈ ભાયાણી, કમલેશભાઈ રાવત તથા પર્યાવરણવિદ્દો કૌશલભાઈ મોદી અને રવિભાઈ ઉમરાણીયા તથા ગાર્ડન અને સિવિલ શાખાના અધિકારીઓ ઉપસ્થિ ત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial