Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેવડીયામાં યોજાયો ત્રિદિવસીય કાર્યક્રમઃ
ગાંધીનગર તા. ૧: દેશભરના ઉદ્યોગોમાં ઉત્પાદિત માલની પડતર કિંમત કાઢવાનું કામ કરતા કોસ્ટ એકાઉન્ટન્ટસનો ત્રણ દિવસીય સેમિનાર કેવડીયામાં યોજાયો હતો. જેમાં દેશભરના ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હાલના સમયમાં ઉદ્યોગોના વિકાસ વચ્ચે ઉત્પાદિત સામાન માં લાગતા પડતર માલ અને તે પછીનું ઉત્પાદન ખર્ચ અને અન્ય કાર્યવાહીમાં થયેલા ખર્ચના અંતે પડતર કિંમત કાઢવાનું કામ કોસ્ટ એકાઉન્ટન્સ દ્વારા કરવામાં આવે છે. કોસ્ટ એકાઉન્ટન્સ સંસ્થાની સ્થાપના વર્ષ ૧૯૫૬માં થયા પછી હાલમાં તે સંસ્થાનું મહત્ત્વ ખૂબજ છે.
આ સંસ્થાના ત્રણ દિવસીય રાષ્ટ્રીય કન્કલેવનંુ તાજેતરમાં કેવડીયામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરના આમંત્રિતો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએમએઆઈ)ના સદસ્યો માટે જ્ઞાન સેવીંગ ફોરમ યોજવામાં આવી હતી. અશ્વિન દલવાડી (પ્રમુખ), બી.બી. નાયક (ઉપપ્રમુખ), મનોજ આનંદ (કાઉન્સીલ મેમ્બર) છે.
કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ ડી.સી. બજાજ તેમજ પ્રોફેસર અમિત કર્ણ, ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર ઓફ આઈઆરઈડીએ પ્રદીપકુમાર દાસ, હુડકોના ચેરમેન સંજય કુલશ્રેષ્ઠ, ઓલમ એગ્રીના પ્રેસીડેન્ટ અને ગ્રુપ સીએફઓ વિકાસ પ્રસાદ, રિલાયન્સ જીઓ ઈન્ફોના સીએફઓ રજનીશ જૈન, પ્રોફેસર વિશ્વનાથ પીંગાલી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના કોર્પોરેટ બાબતના મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની આ સંસ્થા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાત્તામાં પ્રાદેશિક પરિષદ ધરાવે છે. દેશમાં ૧૧૭ ચેપ્ટર, ૧૧ વિદેશી કેન્દ્ર ધરાવે છે. તેનું મુખ્ય મથક કોલકાત્તાથી દિલ્હી ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સંસ્થામાં એક લાખ જેટલા સીએમએ અને છ લાખથી વધુ વિદ્યાર્થી સીએમએ કોર્ષને અનુસરે છે. આ સંસ્થા એએસઈએએનની સહયોગી છે અને ઈન્ટરનેશનલ ઈન્ટિગ્રેટેડ રિપોર્ટીંગ કાઉન્સીલની સભ્ય પણ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial