Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદા જુદા સ્થળે લઈ જઈ આચર્યું દુષ્કૃત્યઃ
જામનગર તા. ૧: જામનગરની એક યુવતી સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક કેળવ્યા પછી એક શખ્સે લગ્નની લાલચ આપી જુદા જુદા સ્થળ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં તે યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ ની માગણી કરતા અદાલતે આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિજય મેરામણભાઈ નામના શખ્સ સામે એક યુવતી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વિજયે ઈન્સ્ટાગ્રામ પર તે યુવતી સાથે પરિચય કેળવ્યા પછી મિત્રતાનો ઢોંગ રચી સંબંધ ઘનિષ્ઠ બનાવ્યા હતા.
ત્યારપછી આ યુવતીને લગ્નની લાલચ આપી સુરત, અમદાવાદ, હરિદ્વાર, જુનાગઢ, સોમનાથ સહિતના સ્થળોએ લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે આઈપીસી તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત આરોપીને રિમાન્ડની માગણી સાથે પોલીસે અદાલતમાં રજૂ કરી જે સ્થળે આરોપી તે યુવતીને લઈ ગયો છે તે જગ્યા આરોપી જ બતાવી શકે તેમ છે અને ત્યાંથી પુરાવા એકઠા કરાયા છે તેવી દલીલ કરતા અદાલતે સરકારી વકીલ રાજેશ વશીયરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને છ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial