Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરપર તથા દ્વારકાના બે યુવાન પર થયો હુમલોઃ
જામનગર તા. ૧: દ્વારકામાં પૈસાની બાબતે બોલાચાલી પછી એક વેપારી પર મહિલા સહિત ત્રણે લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો. કલ્યાણપુરના નાના આસોટા પાસેથી વીરપર ગામના યુવાનને આઠ શખ્સે મોટરમાં અપહરણ કરી ધોકાવી નાખ્યો હતો. જ્યારે એક મહિલાને મેસેજ કરવાની બાબતે પિતા-પુત્ર, કાકાએ ગઢકામાં ઘરમાં ઘૂસી પિતા-પુત્રને ધમારી નાખ્યા હતા.
દ્વારકા શહેરમાં ટીવી સ્ટેશન રોડ પર રહેતા રવિ રાજુભાઈ રાયમગીયા પર લાકડી, ઢીકાપાટુથી જીતુભા વરજાંગભા માણેક, શિતલબેન જીતુભા માણેક, નવઘણ બહાદુરભા સુમણીયા નામના ત્રણ વ્યક્તિએ હુમલો કરી માર માર્યાે હતો. અગાઉ જીતુભાને પૈસા બાબતે નિશાબેન માણેક સાથે ઝઘડો થયો હતો તેનો ખાર રાખી હુમલો કરાયો હતો.
કલ્યાણપુર તાલુકાના વીરપર ગામના મયુર રામભાઈ લગારીયા નામના યુવાન પર ખંભાળિયાના ભરત કાળુભાઈ ભારવાડીયા, આશિષ કાળુભાઈ, નવીન અમૃતલાલ સોનગરા, નિકેશ ચંદુભાઈ ઘેડીયા, અજય નગાભાઈ, હરૂભા, મનદીપ, ભૂરો નામના આઠ શખ્સે લાકડી-પાઈપથી શુક્રવારે રાત્રે હુમલો કરી માર માર્યાે હતો. મયુરની સાથે અન્ય કોણ દારૂનું વેચાણ કરે છે તેમ કહી બોલાચાલી કર્યા પછી ભરતે સમાધાન માટે નાના આસોટા ગામમાં બોલાવી મોટરમાં બેસાડી દઈ મયુરનું અપહરણ કર્યું હતું અને ખંભાળિયા પાસે તેને ઉતારી દઈ જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી.
કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના વતની અને હાલમાં જામનગરમાં ગોકુલ નગર પાસે રહેતા જેરામ દેવશીભાઈ ડાભી નામના યુવાન ગઢકાના સંજય રણછોડભાઈ ડાભીના પત્નીને મેસેજ કરતા હતા. તેનો ખાર રાખી શનિવારે રાત્રે જેરામના ભાઈ કરશનના ગઢકા ગામમાં આવેલા ઘરમાં ઘૂસી જઈ સંજય તથા રણછોડભાઈ માધાભાઈ ડાભી, ભીમાભાઈ માધાભાઈ ડાભીએ લાકડીથી હુમલો કરી કરશન તથા તેના પિતા દેવશીભાઈને માર માર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial