Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોમાસાની સિઝનઃ એનડીઆરએફની ટીમ દ્વારા
દ્વારકા તા. ૧: હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી હોય સલામતીના પગલારૂપ વિવિધ શહેરો-સ્થળોએ એનડીઆરએફની ટીમો કાર્યરત હોય દ્વારકા આઈટીઆઈમાં શૈક્ષણિક સંસ્થાના બાળકોને એનડીઆરએફની ટીમ દ્વારા બે કલાક સુધી જરૂરી ડેમોસ્ટ્રેશન સાથે ટીપ્સ આપતો કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ યોજયો હતો.
કાર્યક્રમમાં ટીમના મેમ્બર્સ દ્વારા એનડીઆરએફના મહત્ત્વ તથા તાકાત તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ વિશે માહિતી પૂરી પાડતા વિવિધ પ્રકારની આપત્તિ સમયે રાખવાની જરૂરી સાવચેતી ઉપરાંત શાળા સલામતી યોજના વિશે માહિતી આપી તેને કેવી રીતે અમલમાં મૂકવી તેની પણ સમજ આપી હતી. એમએફઆર, રાફટ અને સીપીઆર પર પ્રદર્શન તેમજ ધરતીકંપ દરમ્યાન શું કરવું, આગ લાગે ત્યારે અગ્નિશામકની ઉપયોગ વિગેરે વિષયો પર વિદ્યાર્થીઓને તેમજ સંસ્થાના સ્ટાફને માહિતગાર કરી આ પ્રકારની સામાન્ય સમજની આપત્તિ સમયે તેની અસર ઘડાટવવામાં મદદરૂપ થશે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં દ્વારકાના મામલતદાર તથા આઈટીઆઈના સુપરવાઈઝર તેમજ સંસ્થાના સ્ટાફ તથા ૧પ૦ વિદ્યાર્થીઓ તથા પપ વિદ્યાર્થીઓ સહિત કુલ રર૩ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial