Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બેન્ક ઓફ બરોડા દ્વારા ૧૦૦ લાભાર્થીઓને લોનના ચેક એનાયત

પીએમ વિશ્વકર્મા યોજના તેમજ સોલાર પાવર અંતર્ગત

જામનગર તા. ૧: ભારતની આંતરરાષ્ટ્રીય બેંક, બેંક ઓફ બરોડા દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના તથા સોલાર પ્રોજેકટ યોજનાના ૧૦૦ જેટલા લાભાર્થીઓને લોન ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તબક્કે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર સુશાંત કુમાર મોહંતિ, રીજનલ મેનેજર ચંદનસિંહ, ડીઆરએમ નવી શાહા તથા બેંકનો સ્ટાફ, લોનધારકો ઉપસ્થિત રહ્યા હતાં.

બેંક તરફથી જણાવાયું હતું કે બેંક ઓફ બરોડા રાષ્ટ્રીયકૃત બેંક છે. આધુનિકતા સાથે શ્રેષ્ઠ બેન્કિંગ સેવા ઉપલબ્ધ બનાવવા કટિબદ્ધ છે. આ તબક્કે નાના કામદારો જેઓને પોતાની કામગીરી કરવા ઓજારો, આધુનિક યંત્રો ખરીદવા એક લાખ સુધીની લોન સહાય પી એમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રદાન કરવામાં આવી રહી છે. ઉપરાંત સોલાર પ્રોજેકટ, રૂફટોપ પ્રોજેકટ માટે લોનધારકોને ચેક એનાયત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh