Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં વસતા
જામનગર તા. ૧: જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વસતા બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ સમસ્તના વિદ્યાર્થીઓ કે જેમણે વર્ષ ર૦ર૪-રપ માં મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું હોય અને ફી ભરવામાં મુશ્કેલી અનુભવતા હોય તેમને સ્કોલરશીપ પેટે રૂ. ૧૦,૦૦૦ આપવામાં આવશે.
સ્કોલરશીપ મેળવવા માંગતા જ્ઞાતિના વિદ્યાર્થીઓએ સાદા કાગળમાં ફોટો લગાડીને તા. પ-૭ થી તા. ૧૦-૭ સુધીમાં અરજી મોકલવાની રહેશે. અરજી નારણજી હીરજી ભોગાયતા હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. ૧૧૯, ફેસ-૩, વાલ્કેશ્વરીનગરી, જામનગર (ફોન નં. ૦ર૮૮-રપપ૯૯રર, મો. ૯૯૦૯૧ ૩૩૩૬૯) માં પહોંચાડવાની રહેશે. અરજી સાથે ધો. ૧ર ની માર્કશીટની નકલ, મેડિકલ કોલેજની ફી ની પહોંચની નકલ, એડમિશન મળ્યાના લેટરની નકલ, વિદ્યાર્થીઓને તેના બેંક એકાઉન્ટની નકલ સાથે આપવાની રહેશે. વધુ વિગત માટે ઉપરોકત સરનામે સંપર્ક કરવા હીરજી રામજી ભોગાયતા તથા રંભાબેન હીરજી ભોગાયતા ચેરીટેબલ ટ્રસ્ટ- જામનગરના મે. ટ્રસ્ટી નારણજી હીરજી ભોગાયતા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial