Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીજા માળેથી પગ લપસતા સર્જાઈ દુર્ઘટનાઃ
જામનગર તા. ૧: દ્વારકા શહેરમાં મટુકીચોક પાસે નવા બનતા એક બિલ્ડીંગમાં લીફ્ટનું કામ કરવા ગયેલા એક યુવાન પગ લપસતા પટકાઈ પડ્યા હતા. તેઓનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના મોટા ભાઈનું નિવેદન નોંધ્યંુ છે.
દ્વારકા શહેરમાં મટુકીચોક નજીક રાજધાની હોટલ પાસે નવા બનતા એક બિલ્ડીંગમાં લીફ્ટનું કામ કરવા માટે દ્વારકા સ્થિત મુરલીધર ટાઉનશીપમાં રહેતા મુકેશભાઈ સામતભાઈ નકુમ (ઉ.વ.૩૮) નામના સતવારા યુવાન ગયા શુક્રવારે ગયા હતા.
તેઓ જ્યારે રાત્રે નવેક વાગ્યે બીજા માળે કામ કરતા હતા ત્યારે કોઈ રીતે પગ લપસી જતાં મુકેશભાઈ પટકાઈ પડ્યા હતા. ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મોડીરાત્રે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટા ભાઈ સુરેશભાઈ નકુમે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial