Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરને રપ કરોડના ખર્ચથી ૧૦૦ બેડની હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ થશે

ધારાસભ્ય હેમંત ખવાના પ્રયાસોને સફળતા

જામજોધપુર તા. ૧: જામજોધપુર તાલુકો જામનગર જિલ્લા મથકથી ૯પ કિમી દૂર આવેલો છે. જ્યાં કોઈ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ન હોવાથી વિસ્તારના લોકો ભારે સમસ્યા ભોગવતા હતાં. જે અંગે ધારાસભ્ય તરીકે અંગત રસ દાખવી લોકોની સમસ્યા નજીકથી જોયા પછી આ અંગે સરકારમાં સતત રજૂઆત કરી હતી. ખાસ વાત તો એ છે કે આ વિસ્તારના વેવાડાના ગામડાઓ તો જામનગર જિલ્લા મથકથી ૧૩૦ કી.મી. જેટલા દૂર આવેલા છે. એટલે સમગ્ર વિસ્તાર જિલ્લા મથકથી દુર હોવાથી દર્દીઓને ખૂબ જ અગવડતા પડતી હતી. અમુક ઈમરજન્સી કેસોમાં તો લોકોના મરણ થઈ જાય તેવી પણ પરિસ્થિતિ ઊભી થતી હતી. જામજોધપુર તાલુકો ૧.પ લાખથી પણ વધુ વસ્તી ધરાવે છે. છતાં પણ અત્યાર સુધીના આ વિસ્તારના નબળા પ્રતિનિધિત્વના કારણે જામજોધપુર તાલુકાના પંથકના આ પ્રાણ પ્રશ્નને કોઈએ વાચા આપી ન હતી. ધારાસભ્ય હેમંત ખવાએ જામજોધપુર સીએચસીને સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં તબદીલ કરવાની માંગ સાથે અનેક વખત અને મુખ્યમંત્રી સમક્ષ પણ મૌખિક રજુઆત કરી હતી. સામાન્ય લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડ્યા પછી સરકારની આંખ ઊઘડી હતી અને અથાગ પરિશ્રમ થકી આ વિસ્તારના રહેવાસીઓની જીત થઈ છે અને મારા વિસ્તારના લોકો વર્ષોથી માંગ કરી રહ્યા હતા તે હોસ્પિટલની માંગ સંતોષાઈ ગઈ છે. સરકાર દ્વારા રૂપિયા રપ કરોડના ખર્ચે ૧૦૦ બેડની સુવિધાવાળી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ મંજુર કરવામાં આવી છે. અને ધારાસભ્ય હેમંતભાઈ ખવાની રજુઆતો તથા પ્રયાસોને સફળતા મળી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh