Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં મતદાર યાદી સુધારણા દરમિયાન
ખંભાળિયા તા. ૧: જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણાના સઘન પ્રયાસો અંગે બેઠક યોજાયું હતી, જેમાં ૧લી ઓક્ટોબર ર૦ર૪ ના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં નામ નોંધાવવા જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો હતો.
ધો. ૧ર, કોેલેજ તથા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા અને ૧લી ઓક્ટોબર ર૦ર૪ ના ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા વિદ્યાર્થીઓના નામ તદાર યાદીમાં નોંધાઈ તે માટે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી. જેમાં અગાઉની મતદારયાદીના સુધારણા કાર્યક્રમ મુજબ પ્રત્યેક વર્ષની પહેલી જાન્યુઆરીની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નાગરિકોના નામ તદારયાદીમાં સમાવેશ કરવામાં આવતા હતાં, જ્યારે હવે ચૂંટણીપંચ દ્વારા કુલ ચાર લાયકાતની તારીખો (૧ જાન્યુઆરી, ૧ એપ્રિલ, ૧ જુલાઈ અને ૧ ઓક્ટોબર) નક્કી કરવામાં આવેલ છે. તેમજ ઉક્ત ચારેય લાયકાતની તારીખે લાયક થતા નાગરિકોની નોંધણી માટે અગાઉથી ફોર્મ-૬ મેળવીને નોંધણી કરી શકાય છે.
આ માટે ધો. ૧ર ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ જે તે વર્ષની ૧લી ઓક્ટોબરના ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેવી શક્યતાઓ ખૂબ જ પ્રબળ હોય છે. જે માટે જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ધો. ૧ર મા તથા આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ૬ મા 'એડવાન્સ એપ્લિકેશન' મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેથી આગામી લાયકાતની તારીખે તેઓના નામની નોંધણી થઈ શકે છે અને ૧૮, ૧૯ વય જુથના મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે તેમ છે. તેમજ તેઓને આ બાબતની વિસ્તૃત જાણકારી આપીને તેઓની કચેરી મારફત એડવાન્સ એપ્લિકેશન મેળવીને વધુમાં વધુ મતદારોની નોંધણી થાય તે માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial