Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા પંથકમાં પાંચ લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ

ધારાસભ્ય પબુભા માણેક દ્વારા

દ્વારકા તા. ૧: દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકા પંથકમાં પાંચ લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે.

પબુભા માણેકના જણાવ્યા પ્રમાણે પર્યાવરણનું સંતુલન જાળવવા વૃક્ષો અત્યંત જરૂરી છે ત્યારે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય, તેનો યોગ્ય ઉછેર થાય તે દિશામાં સઘન અને વ્યાપક કામ કરવાની તાતી જરૂર છે.

આ સંજોગોમાં તેમણે રાજ્યના મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર લખી રાજ્યના વનવિભાગમાંથી દ્વારકા વિસ્તારના હવામાનને અનુકુળ થાય તેવા વિવિધ દસ જાતના વૃક્ષોના રોપા મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરી છે.

પબુભા માણેકના પિતાના નામે ચાલતા ટ્રસ્ટ દ્વારા આ તમામ રોપાનું યોગ્ય સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવશે, તેની નિયમિત જાળવણી કરીને ઉછેર કરવામાં આવશે. આ કાર્ય અંગેનો તમામ ખર્ચ પબુભા માણેકના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.

આમ કલ્યાણપુર-દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે પર્યાવરણના જતન માટે એક અનોખા મહા અભિયાનનો સંકલ્પ જાહેર કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh