Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પાંચ જુલાઈના નિઃશુલ્ક સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ યોજાશે

ગાયત્રી શક્તિપીઠ અને રણછોડદાસજી બાપુ ચેરી. ટ્રસ્ટ દ્વારા

જામનગર તા. ૧: શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂસેક્શન રોડ, શિવમ્ પેટ્રોલિયમની પાછળ, માસ્તર સોસાયટી-જામનગરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યફે શ્રી સદ્ગુરુ સુપર મેગા નેત્રમણિ નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે) નું આયોજન શુક્રવાર, તા. પ-૭-ર૦ર૬ ના સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન કરવામાં આવેલું છે.

આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં શ્રી સદ્ગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડો. તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલ્યે શ્રી સદ્ગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલની બસમાં જમાડીને લઈ જઈ આધૂનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તથા વિનામૂલ્યે નેત્રમણિ પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે. આ દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે તેમજ લાયન્સ ક્લબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે તેમજ દાંતના દર્દી માટે ડો. કુંજલબેન પટેલ (બીડીએસ) તેમની સેવા આપશે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh