Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં
રાજકોટ તા. ૧: રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરીના લીધે ૨૯-૦૬-૨૪ થી ૦૮-૦૭-૨૪ સુધી રેલ વ્યવહારને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. જેમાં ટ્રેન નંબર ૦૯૪૮૦ ઓખા-રાજકોટ લોકલ ૩૦-૦૬- થી ૦૭-૦૭ સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. (૨) ટ્રેન નંબર ૦૯૪૭૯ રાજકોટ-ઓખા લોકલ ૦૧-૦૭ થી ૦૮-૦૭ સુધી હાપાથી ઓખા સુધી ચલાવવામાં આવશે .આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રદ રહેશે. (૩) ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૨૯-૦૬ થી ૦૭-૦૭ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. (૪) ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૩૦-૦૬ થી ૦૮-૦૭ સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તા. ૨૯-૦૬, ૦૧-૦૭, ૦૪-૦૭ અને ૦૬-૦૭ના બાંદ્રાથી ચાલતી ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા-જામનગર હમસર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે તેમજ તા. ૩૦-૦૬, ૦૨-૦૭, ૦૫-૦૭, ૦૭-૦૭ના ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial