Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-મોન્સુન કામગીરી તણાઈ ગઈ
જામનગર તા. ૧: જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં આખરે મહાનગરપાલિકા દ્વારા પુલ તોડવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી છે. અડધા કરોડથી વધુ રકમનો ખર્ચે પ્રી-મોન્સુન કામગીરી અંગે પણ સવાલો ઉઠ્વા પામ્યા છે.
આજે સવારે જામનગરમાં સારો વરસાદ થયો હતો. પરિણામે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જેના નિકાલ માટે તંત્રએ તજવીજ શરૂ કરી છે. રામેશ્વરનગર, નવજીવન સોસાયટી પાસે પુલીયામાં કચરો ફસાયો હોવાથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં પાણી ભરાતા રોડ ઉપર ફળી વળ્યા હતાં. અને પાણી લોકોના ઘરમાં ઘુસ્યાની દહેશતથી આખરે બે જેસીબીથી મદદથી પુલીયાનો કેટલાક હિસ્સો તોડવામાં આવ્યો હતો અને પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial