Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાઈનલમાં ભારતે રોમાંચક બનેલી મેચમાં દિલધડક વિજય મેળવતા ક્રિકેટપ્રેમી-દેશપ્રેમી નગરજનોએ તિરંગા ફરકાવી કરી આતશબાજીઃ
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના યજમાન પદે રમાયેલી ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને પરાજીત કરી ર૦૦૭ પછી બીજી વખત ટી-ર૦ વર્લ્ડકપ જીત્યો હતો. ભારે રસાકસી ભર્યા મેચમાં એક તબક્કે દક્ષિણ આફ્રિકા ખૂબ જ આસાનીથી મેચ જીતી જાય તેવા સમયે જ બરાબર સૂર્યકુમાર યાદવના બાઉન્ડ્રી લાઈન પરના અશક્ય જેવા અફલાતૂન કેચના કારણે મેચનું પાસું પલ્ટાઈ ગયું હતું. ક્રિકેટપ્રેમીઓ પણ જાણે ઉંમગોથી જાગ્યા હોય તેમ અચાનક આનંદમાં આવી ગયા હતાં. અને અંતિમ ઓવરોમાં બુમરાહ અને હાર્દિક પંડ્યાની બોલીંગ સામે દક્ષિણ આફ્રિકાના બેટધરો ટપોટપ આઉટ થતાં અને ચોગ્ગા-છગ્ગા નહીં ફટકારી શકાતા મેચ ભારતની તરફેણમાં આવી ગયો હતો. અને આ અંતિમ ઓવરોમાં દરેક દડે મેચમાં ભારતનું પલડું ભારે થવાથી ચીચીયારીઓ અને દેકારા ચાલુ થઈ ગયા હતાં અને અંતે ભારતનો વિજય થવાથી તો જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં ક્રિકેટપ્રેમીઓ મધ્યરાત્રિએ વિજ્યોત્સવ ઉજવવા ઉમટી પડ્યા હતાં. જામનગરના હવાઈચોક વિસ્તાર, રણજીતનગર ચોક, ડીકેવી કોલેજ સર્કલ સહિતના વિસ્તારોમાં ક્રિકેટપ્રેમીઓ, યુવાનો, નગરજનોએ હાથમાં ભારતના તિરંગા ઝંડા સાથે ડાન્સ, સૂત્રોચ્ચાર કરીને વિજયને ભારે ઉત્સાહભેર મનાવ્યો હતો. ઠેર-ઠેર ફટાકડા ફોડવામાં આવ્યા હતાં તથા આતશબાજી કરવામાં આવી હતી. હવાઈચોક જેવા વિસ્તારોમાં તો એક કલાક સુધી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial