Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'લોબી, લોબી' ના નામે ભ્રમ ઊભો ન કરાય, દેશહિતમાં નથી...
જામનગર-ખેલ ક્ષેત્રે ખુશીના સમાચાર છે, ગુજરાતની વૈદેહી ચૌધરીએ વિમેન ડબલ્યુ-૩પ ની ફાઈનલમાં વિજય મેળવ્યો છે, તો ટી-ર૦ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત થઈ અને તેમાં ભારતીય ટીમ આખી યશભાગી છે. મજબૂત મનોબળ સાથે સુઝબુઝની સાથે ટીમવર્ક અને જુસ્સાથી જે રીતે ભારતીય ટીમ ચેમ્પિયન બની, તેથી દેશવાસીઓની છાતી ગજગજ ફુલી અને દિગ્ગજોએ ટીમને બેરદાવી. ફોર્મ ગુમાવેલા વિરાટ કોહલીએ રોહિત શર્મા સહિતના પ્રારંભિક ખેલાડીઓ રસ્તામાં આઉટ થયા પછી જે તે બાજી સંભાળી તે કાબિલે દાદ રહી. ટીમના તમામ ખેલાડીઓ તથા દ્રવીડ ફેઈમ મેનેજમેન્ટ તથા ફેન્સને પણ ખેલાડીઓ જુસ્સો વધારવા બદલ બીરદાવવા જ જોઈએ.
ગુજરાતમાં પણ આ ભવ્ય વિજયની ઉજવણી બમણાં ઉત્સાહથી થઈ, તેનું કારણ એ હતું કે ટી-ર૦ ની ફાઈનલ મેચમાં ચાર-ચાર ગુજરાતીઓ સામેલ હતા, અને તેમાં પણ આ ચારેય ગુજ્જુ ખેલાડીઓએ ફાઈનલ મેચ જીતવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી, એટલું જ નહીં, બૂમરાહ અને પંડ્યાએ તો છેલ્લે-છેલ્લે લગભગ મોઢે આવેલો કોળિયો ખુંચવાઈ જતો જણાયો, ત્યારે સાઉથ આફ્રિકાની વિકેટો-ખેરવીને ટીમ-ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી. તેથી ગુજ્જુઓની આ વિજયમાં ચાવીરૂપ ભૂમિકા હતી, તો ગૌરવ કોઈપણ ગુજરાતીને થાય જ ને?
રોહિત શર્માની કેપ્ટનશીપમાં પણ હાર્દિક પંડ્યાનું બેકીંગ હતું તો સૂર્યાએ બાઉન્ડ્રી પર જે રીતે અદ્દભુત કેચ પકડ્યો તે પણ કાબિલે દાદ જ હતો ને?
રમત હોય કે રાજનીતિ, ઉદ્યોગ હોય કે સાહસ, વ્યાપાર હોય કે વહેવાર, સેવા હોય કે પરમાર્થ, ઉર્જા હોય કે ઉદ્યમ-તમામ ક્ષેત્રે ગુજરાતીઓને દબદબો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ગુજરાતી જ છે ને?
ઉદ્યોગના ક્ષેત્રે અદાણી અને અંબાણી ગુજરાતીઓ જ છે, તે ઉપરાંત સંખ્યાબંધ ગુજરાતી ઉદ્યોગકારો દુનિયાભરમાં પથરાયેલા છે, તો ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રે પણ ગુજ્જુઓ દેશ અને દુનિયામાં પથરાયેલા છે, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ હોય કે ઈતિહાસવિદ્ અને સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી હોય - વિવિધ ક્ષેત્રે ગુજરાતીઓનો દબદબો પહેલેથી જ રહ્યો છે.
સ્વાતંત્ર્ય ચળવળમાં પણ સંખ્યાબંધ ગુજ્જુઓ હતા, તો આઝાદીકાળની રાષ્ટ્રીય નેતાગીરીમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ, સર્વોચ્ચ સ્થાને જ હતાં. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતી છે, તો પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ ગુજરાતી જ હતા ને?
વિશ્વ વિખ્યાત જલારામબાપાની ભોજન સેવા હોય કે રાજ્યમાં ઠેર-ઠેર ચાલતા અન્નક્ષેત્રોમાં પ્રણેતાઓ હોય, કોઈપણ ક્ષેત્રની સેવા હોય કે સાહસ હોય, સેનામાં પણ ઘણાં ગુજ્જુઓ સેવા આપી ચૂક્યા છે, કલાક્ષેત્રે પણ ઘણાં ગુજ્જુઓ દેશ-દુનિયાની કક્ષા સુધી નામના મેળવી ચૂક્યા છે.
કેટલાક રાજ્યોમાં 'ગુજરાત લોબી'નો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે એ જાળવું ન જોઈએ આપણા દેશના દરેક રાજ્યો-પ્રાન્તોના લોકો કોઈને કોઈ ક્ષેત્રે અવ્વલ છે જ, અને ઘણાં બધા મહત્ત્વપૂર્ણ સ્થાનો તથા ભૂમિકામાં અન્ય રાજ્યોના ઘણાં બધા મહારાથીઓ પણ છે, ત્યારે 'લોબી' ના નામે વિરોધ કરવો યોગ્ય નથી. આપણે બધા ભારતીય જ છીએ અને ગુજરાતીઓ ગુજરાતનું ગૌરવ મેળવે તે તેનો અન્ય રાજ્યોના લોકો જેટલો જ બંધારણીય અધિકાર છે, ખરું ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial