Advertisement
Author: નોબત સમાચાર

એસટી ડેપો તથા ગોકુલનગર શાક માર્કેટમાંથી બે આસામીના ફોન ચોરાયા

રૂ.૩૦ હજારના બે મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદઃ

જામનગર તા. ૧: જામનગરના એસટી ડેપોમાં બસની રાહ જોઈને ઉભેલા એક વૃૃદ્ધના શર્ટના ખિસ્સામાંથી રૂ.૧૫ હજારનો મોબાઈલ સેરવાઈ ગયો છે. જ્યારે ગોકુલ નગર શાક માર્કેટમાંથી એક વૃદ્ધનો રૂ.૧૫ હજારનો મોબાઈલ કોઈ શખ્સ કાઢી ગયો છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના બેડી રીંગ રોડ પર આવેલા નિલકંઠ પાર્કની શેરી નં.રમાં રહેતા હરેશભાઈ ભાનુશંકર ઠાકર નામના ૬૩ વર્ષના વૃદ્ધ ગયા ગુરૂવારે સવારે છએક વાગ્યે સુમેર કલબ રોડ પર આવેલા એસટી બસ ડેપોમાં બસની રાહ જોઈને ઉભા હતા ત્યારે તેમના શર્ટના ખિસ્સામાંથી કોઈ શખ્સ વન પ્લસ કંપનીનો રૂ.૧૫૦૦૦ની કિંમતનો મોબાઈલ સેરવી ગયો હતો. હરેશભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગોકુલનગર નજીક આવેલી સોહમનગરની શેરી નં.રમાં રહેતા વ્રજલાલ રામજીભાઈ રાઠોડ નામના ૬૧ વર્ષના વૃદ્ધ ગયા ગુરૂવારે સાંજે સાડા સાતેક વાગ્યે ગોકુલનગર નજીક ભરાતી શાક માર્કેટમાં આવ્યા હતા જ્યાંથી કોઈ શખ્સે તેમના ખિસ્સામાંથી મોટોરોલા કંપનીનો મોબાઇલ સેરવી લેતા વ્રજલાલે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh