Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધ છતાં દરિયામાં ગયેલા સચાણા ગામના માછીમાર સામે નોંધાયો ગુન્હો

બેડી મરીન પોલીસે કરી કાર્યવાહીઃ

જામનગર તા. ૧: જામનગર તાલુકાના સચાણા ગામના બે માછીમાર હાલમાં દરિયામાં જવાની મનાઈ હોવા છતાં દરિયામાંથી બોટ સાથે પરત ફરતા બંને સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે.

જામનગર તાલુકાના સચાણા ગામની જેટી પર શનિવારે સાંજે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ વેળાએ હનીફ સીદીક સોઢા નામનો સચાણા ગામનો શખ્સ પોતાની બોટમાં માછીમારી કરીને પરત આવતો જોવા મળતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે. હાલમાં દરિયામાં જવા પર પ્રતિબંધ હોવા છતાં આ શખ્સ માછીમારી કરવા ગયો હતો.

તે ઉપરાંત સચાણા ગામનો અમીરહુસેન જમાભાઈ જામ નામનો શખ્સ પણ માછીમારી કરીને પરત આવતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh