Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતના કારણોની તપાસ શરૂ
કોલકાતા તા. ર૪: વધુ એક ટ્રેન દુર્ઘટના ઘટી છે. પશ્ચિમ બંગાળમાં માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનામાં જાનહાનિના સમાચાર નથી.
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મયનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના પ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ અકસ્માતમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
પૂર્વોત્તર સરહદ રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રેલવે સેવાઓ પ્રભાવિત થઈ હતી. વૈકલ્પિક માર્ગો દ્વારા કામગીરી ડાયવર્ટ કરવામાં આવી હતી. અલીપુરદ્વારના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
અકસ્માતમાં અસરગ્રસ્ત ટ્રેક અને કોચને રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં પાંચ ઓપરેશનલ લાઈન છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે.
રેલવે માર્ગ પર કોઈપણ વિક્ષેપને ઓછો કરવા માટે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારે જણાવ્યું હતું કે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, આ ઘટના આજે સવારે ૬-ર૦ વાગ્યે બની હતી. કોઈ જાનહાનિ થઈ નથી. સમારકામની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટીમ તેની તપાસ કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial