Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાકીય રમતોની સ્પર્ધા હેઠળ
જામનગર તા. ૨૪: રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા ૨૦૨૪-૨૫ની મહાનગરપાલિકા કક્ષાની અંડર ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઈઓ અને બહેનોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૫ સપ્ટેમ્બરના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ જામનગરમાં યોજાયેલ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ૪૫ ટીમે ભાગ લીધો હતો. તા. ૧૭ સપ્ટે.ના એસવીએમ, આણદાબાવા સંસ્થામાં સંસ્થાના સહયોગથી યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં ૧૩૫ ખેલાડીએ ભાગ લીધો હતો અને તા. ૧૮ સપ્ટેમ્બરના કેદાર લાલ શુટીંગ એકેડેમીમાં યોજાયેલ શુટીંગ સ્પર્ધામાં ૧૪૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ટીમ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા-૨૦૨૪-૨૫ રાજ્ય કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી બી.જે. રાવલીયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial