Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબુભાઈ લાલ ટ્રસ્ટ-કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ર૪: જામનગરના એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનના અમૃત મહોત્સવ વર્ષ અવસરે નગરમાં વૃક્ષારોપણ કરાયું હતું.
જામનગરની સેવાકીય સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ (કેદાર જીતેન્દ્ર લાલ), ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં પર્યાવરણ બાબતેની જાગૃતિ લાવવાના ભાગરૂપે વડાપ્રધાનના જન્મદિવસની પ્રતિવર્ષ અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.
જામનગરના ગૌરવપથ પર સૌ પ્રથમ ર૦૧૬ ના વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ૬૬ વૃક્ષોનું સંતો-મહંતો તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં તમામ વૃક્ષોનું જતન પણ કરવામાં આવી રહ્યું છે.
પ્રતિવર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જન્મદિવસે વધુ એક વૃક્ષનો ઉમેરો કરવામાં આવે છે. જામનગરની સંસ્થા શ્રી એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૬૬ મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭-૯-ર૦૧૬ ના દિવસે જામનગરના ગૌરવપથ માર્ગ પર ૬૬ જેટલા લીમડા-પીપળા-સપ્તપર્ણી સહિતના રોપાઓ વાવવામાં આવ્યા હતાં અને તેના ઉપર ટ્રી ગાર્ડ પણ ટ્રસ્ટના માધ્યમથી લગાવવામાં આવ્યા છે, અને તે તમામ વૃક્ષોનું હાલમાં જતન પણ કરવામાં આવી રહ્યું છે જે પૈકીના કેટલાક વૃક્ષો ૧ર થી ૧પ ફૂટથી પણ ઉંચાઈના થઈ ગયા છે. જેની માવજત કરવામાં આવી રહી છે.
આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૪ મી વર્ષગાંઠની ઉજવણી અને જીવનના અમૃત મહોત્સવ વર્ષમાં પ્રવેશ અવસરે વધુ એક રોપાનું ટ્રસ્ટી જીતુભાઈ લાલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, અને જામનગર શહેરની પર્યાવરણની જાળવણી માટેની અનોખી પહેલ આગળ ધપાવવાનો પ્રયાસ જારી રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial