Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની દીવાદાંડી રંગબેરંગી લાઈટથી ઝળહળી

ર૧ સપ્ટેમ્બરે 'લાઈટ હાઉસ ડે' ઉજવાયોઃ

દ્વારકામાં 'લાઈટ હાઉસ ડે'ની ઉજવણી અંતર્ગત દીવાદાંડીને રંગબેરંગી લાઈટોથી ડેકોરેટ કરાઈ હતી.

'લાઈટ હાઉસ ડે'ની દ્વારકા લાઈટ હાઉસમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંગેે લાઈટ હાઉસના સ્ટેશન ઈન્ચાર્જ પી.જી. બગથરિયાએ જણાવેલ કે લાઈટ હાઉસ સને ૧૯ર૭ ની ર૧ મી સપ્ટેમ્બરના બ્રિટીશ ઈન્ડિયા સરકાર દ્વારા લાઈટ હાઉસ એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેના અનુસંધાને ભારતના અલગ-અલગ ક્ષેત્રોમાં દીવાદાંડી (લાઈટ હાઉસ) ની સ્થાપના કરવામાં આવી હતી.

આ દિવસની સ્મૃતિમાં ભારતભરમાં દર વર્ષે ર૧ મી સપ્ટેમ્બરના 'લાઈટ હાઉસ ડે'ની ઉજવણી કરાય છે. દ્વારકામાં પણ અરબી સમુદ્રના કિનારે આવેલ વિશાળ દીપસ્તંભ (લાઈટ હાઉસ) માં ર૧ મી સપ્ટેમ્બરે 'લાઈટ હાઉસ ડે' ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર દીપસ્તંભને લાઈટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યો હતો તથા ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ઉલ્લેખનિય છે કે દ્વારકાની દીવાદાંડીની ૪૩ મીટરની ઊંચાઈ પરથી એક તરફ ધૂધવતો અરબી સમુદ્ર અને બીજી તરફ દ્વારકાધીશના મંદિર સહિત આખા દ્વારકાનો 'પેનોરમીક વ્યુ' પ્રવાસીઓ માટે અવિસ્મરણીય બની રહે છે, એમાં શંકાને સ્થાન નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh