Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવામાન ખાતા દ્વારા મેગાકંપનું એલર્ટ
મોસ્કો તા. ર૪: જાપાનમાં પ.૯ તીવ્રતાનો ભૂકંપ થયા પછી સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે.
જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ પછી ટોક્યોની દક્ષિણે દૂરના ટાપુઓના જુથ માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુક્સાન કે ઈજાના અહેવાલ નથી. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ઈઝુદ્વીપના દરિયાકાંઠાના રહેવાસીઓને પ.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં મિનિટોમાં એક મીટર સુધીના મોજા આવવાની સંભાવના છે.
મહત્ત્વનું કહી શકાય કે ગયા મહિને દક્ષિણ જાપાનમાં મિયાઝાકી પ્રીફેક્ચરમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૬ લોકો ઘાયલ થયા હતાં અને પ૦ સે.મી.ની ઊંચાઈ સુધીના નાના સુનામી મોજા ઉટ્ઠળ્યા હતા. જે લગભગ અડધા કલાક પછી જાપાનના કિનારે પહોંચ્યા હતાં.
આ ઘટના પછી જાપાન હવામાન એજન્સીએ પ્રથમ વખત મેગાકંપનું એલર્ટ જાહેર કર્યું હતું. જાપાનમાં આ પહેલીવાર છે જ્યારે આવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર દરિયાકાંઠાથી દૂર અને લગભગ રપ કિલોમીટર દૂર ભૂગર્ભ દરિયાઈ ખાડો નાનકાઈ ટ્રફ નજીક હતું. નાનકાઈ કુંડની નીચે એક મોટો ફોલ્ટ ઝોન છે.
જાપાન સરકારના મતે આવા ભૂકંપના કારણે લાખો લોકોની જાનહાનિ થઈ શકે છે. મેગાકંપની ચેતવણી અને એડવાઈઝરી જારી કરતી વખતે જેએમએ એ જણાવ્યું હતું કે મોટાપાયે ધરતીકંપની સંભાવના સામાન્ય સંજોગોમાં આવતા ભૂકંપની તુલનામાં વધારે છે.
હવામાનશાસ્ત્રીઓના મતે રિક્ટર સ્કેલ પર ૮ થી વધુ તીવ્રતાવાળા ધરતીકંપને મેગાકંપ તરીકે વર્ગિકૃત કરવામાં આવે છે. આ તીવ્રતાનો ધરતીકંપ વિનાશ લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રકારનો ભૂકંપ દર ૧૦૦ વર્ષમાં એકવાર આવે છે. જેના માટે જાપાનમાં મેગાકંપની ચેતવણી જારી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial