Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા પંચાયતના રૂ.૭૦ લાખના ખર્ચના મામલે ચલક ચલાણું !

સુવાવડ પછી અઘેણી !!

જામનગર તા. ર૪: જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં સોગઠી ડેમના રીપેરીંગ કામના રૂ. ૭૦ લાખના ખર્ચનો મામલો ભારે ચર્ચાસ્પદ બની રહ્યો છે.

સિંચાઈ સમિતિમાં બીલ રજુ કર્યા વગર સીધું કારોબારી સમિતિમાં બીલ રજુ થયું.. એટલું જ નહીં, વધુ મોટી રકમના બીલના મુદ્દે કારોબારી સમિતિમાં પણ વિરોધના સુર ઉઠ્યા!

હવે આ પ્રકરણને થાળે પાડવા નવા-નવા કિમીયા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જિ.પં.ના ઈજનેર ખૂદ કારોબારી ચેરમેન તથા સભ્યોને સોગઠી ડેમ લઈ જઈ ત્યાં કરેલા કામ અને તેમાં થયેલા ખર્ચની વિગતો સમજાવશે.

આ દરમ્યાન સોગઠી ડેમમાં કેટલા સાધનો, મશીનો, મેન પાવરનો ઉપયોગ થયો, કેટલું કામ થયું, કેવી ગંભીર સ્થિતિ હતી વગેરેની જાહેરાત પણ કરી રીતસર બચાવ સ્થિતિમાં આ પ્રકારના નિવેદનો કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ઉપરાંત સિંચાઈ સમિતિના સભ્યોને પણ કાંઈક લાભ મળવો જોઈએ, તેવી ગણત્રી સાથે આ કામના બીલને નિયમો મુજબ સિંચાઈ સમિતિમાં મંજુર કરવા મોકલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તો સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન દ્વારા પણ સોગઠી ડેમનો પ્રવાસ ગોઠવવાની હિલચાલ થઈ રહી હોવાની ચર્ચા વચ્ચે આ પ્રકરણ ગમે તે ભોગે પડદો પાડી સૌને સાચવી લેવાની કવાયત કેટલાક ચોક્કસ નેતાઓ દ્વારા ચાલી રહી છે. આજની સ્થિતીએ તો જો બીલને સિંચાઈ સમિતિમાં મોકલવામાં આવે અને પછી ફરીથી કારોબારીમાં આવે તેમ જણાય છે. અથાર્ત્ ... 'સુવાવડ પછી અઘેણી' જેવો ઘાટ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh