Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નીચેની કોર્ટનો હુકમ ઉપલી અદાલતે યથાવત રાખ્યોઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક યુવતીએ પોતાના પતિની સ્વપાર્જીત કે વડીલોપાર્જીત મિલકતમાંથી હિસ્સો મેળવવા ૨૧ વર્ષ પહેલાં અદાલતનો આશરો લીધો હતો. તેનો હુકમ ૭ વર્ષ પહેલાં થયો હતો જેમાં દાવો રદ્દ કરાયો હતો. તે હુકમ સામે કરવામાં આવેલી અપીલ પણ ઉપરની અદાલતે રદ્દ કરી છે.
જામનગરમાં રહેતા સદ્ગત વનરાજભાઈ લાભશંકર મહેતાની વડીલોપાર્જીત અને સ્વપાર્જીત મિલકતમાં હિસ્સો મેળવવા માટે પલ્લવીબેન લવાએ વર્ષ ૨૦૦૩માં દાવો કર્યાે હતો. તે દાવાનો ચુકાદો વર્ષ ૨૦૧૭માં આવ્યો હતો અને તે બાબતે કાનૂની મુદ્દાઓ પર તે દાવો રદ્દ કર્યાે હતો.
તે હુકમ સામે આ યુવતીએ અપીલ નોંધાવી હતી. અપીલ ચાલવા પર આવતા પલ્લવીબેને અગાઉ કરેલા લગ્નમાં હિન્દુ મેરેજ એક્ટ અનુસાર છૂટાછેડા સાબિત થયા નથી, તે સાબિત થયા વગર સદ્ગત વનરાજભાઈ સાથે કહેવાતા થયેલા લગ્ન હિન્દુ મેરેજ એક્ટની કલમ ૧૧ મુજબ વોઈડ મેરેજ કહી શકાય, વનરાજભાઈ સાથે કહેવાતા લગ્નમાં સપ્તપદી કે ફેરા વગેરે વિધિ કરવામાં આવી નથી, માત્ર મેરેજ મેમોરેન્ડમ કરવામાં આવ્યા હોય તો તે લગ્ન કાયદેસર ન ગણી શકાય તેવી દલીલ કરવામાં આવી હતી. તે ઉપરાંત બંને વ્યક્તિ પતિ-પત્ની તરીકે સાથે રહ્યા હોય તે પણ સાબિત થતું નથી તેથી સ્વ. વનરાજભાઈની મિલકતમાં આ સ્ત્રી કે તેના સંતાનને કાયદા મુજબ કોઈ હક્ક મળતો નથી તેવી દલીલ કરાઈ હતી.
તે ઉપરાંત આ યુવતીની જુબાનીમાં તેઓએ પોતાના પ્રથમ લગ્નના છૂટાછેડા તેમજ અન્ય બાબતો સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે. તેવી પણ દલીલ કરાઈ હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આ યુવતીની અપીલ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે અને નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. સામા પક્ષે વકીલ મિતેશ પટેલ, ડી.એલ. મહેતા, એચ.ડી. જોષી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial