Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાટો પલળે નહીં તે માટે મિત્રને ચાવી આપી અને બાઈક ગયું:
જામનગર તા. ર૪: જામનગરની જી.જી. હોસ્પિટલમાં સવા બે મહિના પહેલાં સારવાર મેળવવા આવેલા એક યુવાને ચાલુ વરસાદમાં હાથમાં બાંધેલો પાટો પલળે નહીં તે માટે બાઈક કાઢવા મિત્રને ચાવી આપી હતી અને તે ચાવી તેના મિત્રએ બીજા શખ્સને આપી હતી. આ શખ્સ બાઈક લઈ ગયા પછી પરત આપતો ન હોવાથી તેની સામે છેતરપિંડી-વિશ્વાસઘાત કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માસ્તર સોસાયટીમાં રહેતા દીપકભાઈ સુખલાલ અજા નામના ખવાસ યુવાન ગઈ તા.૧૩ ઓગસ્ટના દિને પોતાના હાથમાં થયેલી ઈજાની સારવાર મેળવવા માટે જી.જી. હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તેઓએ સારવાર લીધા પછી તબીબે તેમના હાથમાં પાટો બાંધ્યો હતો.
સારવાર મેળવ્યા પછી જ્યારે આ યુવાન બહાર આવ્યા ત્યારે વરસાદ વરસી રહ્યો હતો. તેથી તેઓએ પોતાના બાઈકની ચાવી સાથે આવેલા મિત્ર કિશોરસિંહ ગોહિલને આપી હતી અને કિશોરસિંહે બાઈક કાઢી લેવા માટે ચાવી નાગેશ્વર સોસાયટીવાળા જય જગદીશભાઈ સિંધી ઉર્ફે સાંઈને આપી હતી.
ત્યારપછી જય ઉર્ફે સાંઈએ તે બાઈક પોતાની સાથે લઈ જઈ કિશોરસિંહ કે દીપકભાઈને પરત નહીં આપી છેતરપિંડી કરતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દીપકભાઈ અજાએ ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial