Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં દબાણ, પાર્કિંગ, રખડતા ઢોર સહિતના પ્રશ્નો ચર્ચાયા
જામનગર તા. ર૪: જિલ્લા કલેક્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ સલાહકા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો કાયા હતાં.
જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ સલાહકાર સહિતિની સમક્ષા બેઠકનુંઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં સર્વિસ રોડ રીપેરીંગ, જમીન સંપાદન, જાહેર જગ્યાઓ પર પાર્કિંગ, શહેરમાંથી દબાણો હટાવવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટ કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં ઉપસ્થિતો સાથે જામનગર શહેરમાં બાલા હનુમાન મંદિ આગળ અલગથી પાર્કિંગ સ્પોટ બનાવવા અંગે, દબારગઢ અને અન્ય બજારોમાં પાથરણાવાળા અને અન્ય દ્વારા કરવામાં આવતા દબાણને હટાવવા માટે, જાહેરમાં દબાણ કરતા લોકો પાસેથી રૂ. પ૦૦૦ સુધીના દંડ વસૂલ કરવાની વ્યવસ્થા ગોઠવવા અંગે, અમુક સ્થળો પર ખાનગી ટેકસી પાર્કિંગનો પ્રશ્ન ના સર્જાય તે માટે આરટીઓ કચેરી દ્વારા રેગ્યુલર ચેકીંગ કરવા બાબતે, રડખતા ઢોરને જાહેરમાં છોડી મૂકતા લોકો વિરૂદ્ધ કડક દંડની કાર્યવાહી તથા ઢોર ડબ્બાની સંખ્યા વધારવા માટે પણ કાર્યવાહી હાથધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ-વે પર અકસ્માતો નિવારવા માટે સીસી ટીવી સર્વેલન્સ અને સતત મોનીટરીંગ થાય, બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક રીપેરીંગ થાય તે કામગીરી પૂર્ણ કરવા માટે કલેક્ટરે આ બેઠકમાં ખાસ સૂચના આપી હતી. જામનગર શહેરમાં ઘોડાગાડીવાળા અને અન્ય પ્રાણીઓને જાહેરમાં ખુલ્લા મૂકી દેતા લોકો વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે તેવી માહિતી પણ મિટિંગમાં અપાઈ હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, સમિતિના સરકારી સભ્યો અને આમંત્રિત બિનસરકારી સભ્યો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial