Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૨ વર્ષ પહેલાંના કાકા તથા પિતરાઈના મૃત્યુનો બદલો લેવા કરી નાખી હતી હત્યાઃ
ખંભાળિયા તા. ૨૪: કલ્યાણપુરના ખાખરડા ગામમાં સવા બે મહિના પહેલાં એક ખેતરમાં વૃદ્ધની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શરૂ કરેલી તપાસમાં ખંભાળિયા પોલીસ મથકના જ એક કર્મચારીએ હત્યા કર્યાનું ખૂલ્યું હતું. ત્યારપછી પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપીએ કબૂલાત કરી તલવાર કાઢી આપી છે. બાર વર્ષ પહેલાં આ શખ્સના કાકા તથા પિતરાઈ ભાઈના વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યાના બનાવનો બદલો લેવા તેણે હત્યા કર્યાનું ખૂલ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં ગઈ તા.૧૫ જુલાઈની રાત્રે વજુભા બનેસંગ જાડેજા નામના વૃદ્ધ પોતાના ખેતરમાંથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્ય હતા. તે વૃદ્ધની કોઈએ હત્યા કરી હોવાનું જણાઈ આવ્યુું હતું. પોલીસે મૃતદેહનું પી.એમ. કરાવી હત્યાનો ગુન્હો નોંધ્યો હતો.
તે ગુન્હાની શરૂ થયેલી તપાસ દરમિયાન ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાએ હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે દશરથ સિંહની શોધ શરૂ કરી હતી.
ઉપરોક્ત આરોપી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ રજૂ થયો હતો તેની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં અદાલતે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યાે હતો. આ શખ્સની શરૂ કરાયેલી પૂછપરછમાં તેણે જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૨માં વજુભા જાડેજાએ પોતાના ખેતર ફરતે ઈલેકટ્રીક કરંટ વહેતો મૂક્યો હતો તેમાંથી વીજ આંચકો લાગતા દશરથસિંહના કાકા તથા પિતરાઈ ભાઈના કરંટ લાગવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. તેના પગલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં વજુભાના પુત્ર સામે ગુન્હો દાખલ થયો હતો.
ત્યારપછી આ બનાવનો બદલો લેવા માટે દશરથસિંહ તલપાપડ બન્યો હતો. તેણે બદલો લેવાની ભાવનાથી બનાવની રાત્રે વજુભા પર તલવારથી હુમલો કરી તેઓની હત્યા કરી નાખી હતી. પોલીસે તે કેફિયત રેકર્ડ કરી હત્યામાં વપરાયેલી તલવાર કબજે લીધી છે. આ ગુન્હામાં અન્ય કોઈ આરોપીની સંડોવણી જાહેર થઈ નથી. પોલીસે આરોપી સામેના અન્ય પુરાવા મેળવવા પૂછપરછ યથાવત રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial