Advertisement
Author: નોબત સમાચાર

હંજડાપર પાસે ટ્રક સાથે ડમ્પર ટકરાતા ટ્રકચાલકને ઈજાઃ પગ કાપી નાખવો પડ્યો

લાલપુરના ખાયડી પાસે અકસ્માતમાં બાઈકચાલક ઘવાયોઃ

જામનગર તા. ૨૪: ખંભાળિયા તાલુકાના હંજડાપર ગામના પાટીયા પાસે સાત મહિના પહેલાં રાત્રિના સમયે એક ટ્રક સાથે ડમ્પર ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થયા પછી પગ કાપવો પડ્યો છે. તેઓએ ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લાલપુરના ખાયડી ગામ પાસે ગયા બુધવારે રાણાવાવના એક બાઈકચાલકને ઈકો મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના ભીમરાણા ગામના વીસાભા તથા રાયધરભા માણેક નામના ટ્રક ડ્રાઈવર જીજે-૧૨-બીટી ૯૧૬૭ નંબરનો ટ્રક લઈને ખંભાળિયા નજીકના હંજડાપર ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી જીજે-૧૦-ટીવાય ૮૭૫૫ નંબરનું ડમ્પર પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું.

આ ડમ્પરના ચાલકે બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી વીસાભાના ટ્રક સાથે અકસ્માત સર્જતા ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો એક પગ ગોઠણેથી કાપી નાખવામાં આવ્યો છે. તેઓએ ૭૮૫૫ નંબરના ડમ્પરચાલક સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરમાં રહેતા અહેમદભાઈ ઈસ્માઈલભાઈ હાલેપોત્રા નામના પ્રૌઢનો પુત્ર ગઈ તા.૧૭ની સવારે લાલપુર તાલુકાના ખાઈડી ગામના પાટીયા પાસેથી બાઈક પર જતો હતો ત્યારે તેને જીજે-૨૩-સીસી ૫૪૨૮ નંબરની ઈકો મોટરના ચાલકે તેને ઠોકર મારી દીધી હતી. અકસ્માતમાં આ યુવાનને ગંભીર ઈજા થઈ છે. અહેમદભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh