Advertisement
Author: નોબત સમાચાર

ગુજરી બજારમાંથી દોઢ મહિના પહેલાં મોબાઈલની ચોરી કરનાર શખ્સની અટક

સીમકાર્ડ નાખતા જ પોલીસને મળી ગઈ તેની વિગતઃ

જામનગર તા. ૨૪: જામનગરના ગુલાબનગર પાછળ ભરાતી ગુજરીબજારમાંથી દોઢેક મહિના પહેલાં એક આસામીના મોબાઈલની તફડંચી થઈ હતી. તે મોબાઈલમાં સીમકાર્ડ નાખવામાં આવતા જ પોલીસને તેની વિગતો પ્રાપ્ત થઈ હતી અને તેના આધારે ખંભાળિયાના એક શખ્સને ચોરાઉ મોબાઈલ સાથે પકડી લેવામાં આવ્યો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભરાતી ગુજરી બજારમાં એક આસામીનો રેડમી કંપનીનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. તે આસામીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રૂ.૧૦ હજારના ફોનની ચોરીનો ગુન્હો નોંધી પોલીસે તપાસ આદરી હતી.

ઉપરોક્ત ફોન પોલીસ દ્વારા સર્વેલન્સમાં મુકાયા પછી તેમાં એક સીમકાર્ડ લગાવવામાં આવ્યું હોવાની વિગત મોબાઈલ કંપની દ્વારા આપવામાં આવતા તે સીમ ક્યા આસામીના નામ-સરનામે હોવાની વિગતો પોલીસે કઢાવી હતી અને સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના મયુરરાજ સિંહ, સાજીદ બેલીમે તપાસ આગળ ધપાવી હતી. જેમાં સાતરસ્તા પાસે એક શખ્સ આવ્યો હોવાની અને તેની પાસે આ સીમ તથા મોબાઈલ હોવાની વિગત ખૂલી હતી.

ત્યાં ધસી ગયેલી પોલીસ ટીમે ખંભાળિયા શહેરમાં ગુલાબનગર ટેકરીમાં રહેતા નાનજી બાબુભાઈ વઢીયારા નામના શખ્સની અટકાયત કરી પીઆઈ પી.પી. ઝા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ શખ્સે પોલીસ સમક્ષ પોપટ બની જઈ ઉપરોક્ત મોબાઈલ ચોરાઉ હોવાની કબૂલાત આપી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે મોબાઈલ કબજે કરી નાનજી વઢીયારાની ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh