Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના ગુરગઢના વેપારીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની સજા

નગરના વેપારીએ કોર્ટમાં કરી હતી ફરિયાદઃ

જામનગર તા. ર૪ : જામનગરના એક વેપારીએ કલ્યાણપુરના ગુરગઢ ગામના આસામી સામે ચેક પરતની ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં જંતુનાશક દવાનો વેપાર કરતા હરદાસ રામભાઈ વારોતરીયાએ જામનગરના હોલસેલ વેપારી રૂપાલી ટ્રેડીંગ પાસેથી જંતુનાશક દવા તથા બીયારણ ખરીદી તેની રકમ ચૂકવવા માટે રૂ.૧,૬૧, ૬૭૩નો ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પરત ફરતા જામનગરની પેઢીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હરદાસ વારોતરીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh