Advertisement
Author: નોબત સમાચાર

હાપા રેલવે યાર્ડમાં પોણા બે લાખના વાયરની ચોરી કરનાર ત્રણ ઝડપાયા

રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે પકડ્યાઃ

જામનગર તા. ૨૪: જામનગરના હાપા રેલવે યાર્ડમાંથી રૂપિયા પોણા બેએક લાખના વાયરની ચોરી થઈ હતી. તેની તપાસ રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે હાથ ધર્યા પછી ત્રણ શખ્સને ચોરાઉ વાયર સાથે પકડી પાડ્યા છે.

જામનગર નજીકના હાપામાં આવેલા રેલવે વિભાગના યાર્ડમાંથી ઈલેકટ્રીક વાયરના વાયરની ચોરી થઈ હતી. સેન્ટીંગ લાઈનમાંથી ૩૬૪ મીટર લંબાઈ અને અંદાજે ૨૮૩ કિલો વાયર ચોરાઈ ગયો હતો. રેલવે કર્મચારી દ્વારા કુલ રૂ.૧ લાખ ૭૦ હજારના વાયર ચોરીની ફરિયાદ કરાઈ હતી.

ઉપરોક્ત ગુન્હાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરાઈ હતી. જેમાં આઈપીએફ હરીપ્રકાશ વર્મા, ઋષિકાંત રાય, ડિવિઝનલ ઈન્સ. દીપક મરીચી તપાસમાં જોતરાયા હતા. તેમાં આરપીએફના સ્ટાફને મળેલી બાતમીના આધારે હાપા રેલવે કોલોનીમાં આઈઓડબલ્યુ ઓફિસ પાછળ આવેલી ગટરમાંથી કેટલોક વાયર કબજે કરાયો હતો.

ત્યારપછી આગળ વધેલી તપાસમાં રેલવે પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સોએ ચોરીની કબૂલાત આપી છે અને ૧૭૪ કિલો કેટેનરી વાયર અને ૧૦૮ કિલો અલગ વાયર કાઢી આપ્યો છે. આ શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh