Advertisement
Author: નોબત સમાચાર

કચરા-ઉકરડા-ગંદકીની પાછળ જ સરકારનું સ્વચ્છતા અંગેનું લખાણ... વાહ ભાઈ વાહ !

જામનગર શહેરને સ્વચ્છતાની બાબતમાં જીતાડવા સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવાનો અનુરોધ તેમજ ગંદકી છોડો, સ્વચ્છતા જોડો ના લખાણો, હોર્ડીંગ્સ જોવા મળે છે, પણ આવા લખાણો - હોર્ડીંગ્સ હાસ્યાસ્પદ જ નહીં ટીકાપાત્ર બની રહ્યાં છે, કારણ કે, આવા લખાણો જે દીવાલો પર થયા છે ત્યાં જ ઉકરડા ફેલાયેલા જોવા મળે છે, ત્યાં જ કચરાના ઢગલાં ખડકાયેલા જોવા મળે છે. સમગ્ર જામનગર શહેરમાં આથી દોજખભરી અત્યંત ખરાબ પરિસ્થિતિ છે, અને આખું મનપા તંત્ર કચરો ઉપાડવાની શેખી કરી લોકોને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરે છે...! જામનગરના શાંત, સહનશીલ નગરજનો મનપાને સોલીડ વેસ્ટ ચાર્જ તેમજ કચરા કલેકશનનો ચાર્જ ભરે છે. તે શું આવી એપ્લીકેશન ડાઉનલોડ કરવા...? જામનગરમાં ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં અનેક જગ્યાએ દુર્ગંધ મારતા ઉકરડા-ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે... તંત્ર ક્યારે જાગશે...??

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh