Advertisement
Author: નોબત સમાચાર

કર્ણાટકના મુખ્યમંત્રીને હાઈકોર્ટનો ઝટકોઃ રાજ્યપાલ વિરૂદ્ધની અરજી ફગાવાઈ

સિદ્ધારમૈયા હવે સુપ્રિમનો શરણે

બેંગ્લુરૂ તા. ર૪: જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના સીએમ સિદ્ધા રમૈયાની અરજી હાઈકોર્ટે નકારી કાઢતા તેઓ હવે સુપ્રિમની શરણે જશે તેમ જાણવા મળે છે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એમયુડીએ લેન્ડ સ્કેમમાં હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે ગવર્નર વિરૂદ્ધ તેમની અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે સુનવણી દરમિયાન કહ્યું કે અરજીમાં દર્શાવેલા તથ્યોની તપાસ કરવી જરૂરી છે.

જો કે, આ મુદ્દો એક જમીનના ટુકડાનો છે, જેની સાઈઝ ૩.૧૪ એકર છે, જે સિદ્ધા રમૈયાની પત્ની પાર્વતીના નામ પર છે. ભાજપ આ મુદ્દાને લઈને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત હુમલા થાય છે અને તેમને સીએમ સિદ્ધા રમૈયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા તેમના રાજીનામાની માંગ છે. આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સિદ્ધા રમૈયાના વિરુદ્ધ કેસ ચલાવવાની પરમીશન આપી ચૂક્યા છે.

બીજી તરફ સિદ્ધા રમૈયા અત્યાર સુધી આ બધા આરોપોને નકારતા રહ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને પણ અસંવૈધનિક ગણાવ્યો. ત્યારપછી તેમણે રાજ્યપાલના ફેંસલાને કાયદાકીય પડકાર ફેંકતા કોર્ટની શરણે ગયા હતાં. સિદ્ધા રમૈયાએ કહ્યું હતું કે રાજ્યપાલ સરકારને સહન કરી શકતા નથી અને તેમને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે સિદ્ધારમૈયા સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવશે, તેમ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh