Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉચ્ચ ૫દ પર બિરાજતા અને સેવાભાવી લોકોનું સન્માન
જામનગર તા. ર૪: મકરાણી - બ્લોચ સમાજના સામાજિક, શૈક્ષણિક, સર્વાંગી વિકાસને આગળ ધપાવવા અભિગમ ધરાવનાર સમાજને ગૌરવરૂપ વિશિષ્ટ સેવા સાથે સંકળાયેલા શિક્ષિત, અગ્રણીઓ, સેવાભાવીઓ તેમજ હાલમાં સરકારના જુદા-જુદા વિભાગ, ખાતા, કચેરીઓમાં અગ્રેસર પોસ્ટ પર ફરજ બજાવતા વિશિષ્ટ સેવાભાવીઓનું સન્માન કરવામાં આવનાર છે. આથી આવા લોકોએ તા. ર૭-૯-ર૦ર૪ સુધીમાં વિગત, મહિતી રજૂ કરવા અપીલ કરવામાં આવી છે.
ઉપરોક્ત કેટેગરીના મકરાણી-બ્લોચ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન-સત્કાર માટે તેમજ તેઓની સેવાનો લાભ સમાજ સ્તરે લઈ સમાજને નવી ઉંચાઈ ઉપર લાવવા તા. ર૯-૯-ર૦ર૪ અને રવિવારના રાત્રે ૮.૦૦ કલાકે સંસ્થાના મકરાણી કોમ્યુનિટી હોલ, કિશાન ચોક પાછળ, જામનગરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં સમૂહશાદીની ખાસ ચર્ચા-વિચારણાથી નિર્ણય લેવામાં આવનાર હોય, ઉક્ત લાયકાત ધરાવતા સેવાભાવી, સરકારમાં અગ્રેસર પોસ્ટ પર ફરજ બજાવતા ખાસ વ્યક્તિઓએ પોતાની સેવા, વિગત તા. ર૭-૯-ર૦ર૪ સુધીમાં મકરાણી જમાત કબ્રસ્તાન અને ગેબનશાહ પીર, કિશાન ચોક પાછળ, જામનગરમાં પહોંચાડવા તેમજ ઉક્ત ખાસ મિટિંગમાં ઉપસ્થિત રહી સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી થવા જાનમામદભાઈ મામદભાઈ બ્લોચ (પ્રમુખ-મકરાણી જમાત - કબ્રસ્તાન અને ગેબનશાહપીર)એ અનુરોધ કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial